સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૦

અવાજ અને ચઢાવ-ઉતાર

અવાજ અને ચઢાવ-ઉતાર

નીતિવચનો ૮:૪

મુખ્ય વિચાર: લોકોનાં દિલ સુધી માહિતી પહોંચે અને મુખ્ય વિચારો યાદ રહે એ માટે અવાજમાં ફેરફાર કરો. મોટેથી અથવા ધીમેથી બોલો. અવાજમાં ચઢાવ-ઉતાર લાવો. ઝડપથી અથવા ધીરેથી બોલો.

કેવી રીતે કરશો:

  • મોટેથી અથવા ધીમેથી બોલો. તમે મુખ્ય વિચારો ચમકાવતા હો ત્યારે તમારો અવાજ વધારો. એનાથી લોકોને ફેરફાર કરવા મદદ મળશે. બાઇબલમાંથી ન્યાયચુકાદા વિશે વાંચો ત્યારે મોટા અવાજે વાંચો. ચિંતા કે ડર વિશે વાંચવા-બોલવાનું હોય ત્યારે અવાજ ધીમો કરો.

  • અવાજમાં ચઢાવ-ઉતાર લાવો. ઉત્સાહ બતાવવા તમારો અવાજ ઊંચો કરો. અથવા નાની-મોટી વસ્તુઓ કે લાંબું-ટૂંકું અંતર બતાવવા અવાજ ખેંચો. જ્યારે દુઃખ કે ચિંતા જણાવતા હો ત્યારે તમારો અવાજ નીચો કરો.

  • ઝડપથી કે ધીરેથી બોલો. જ્યારે બહુ આનંદની વાત હોય ત્યારે ઝડપથી બોલો. કોઈ મહત્ત્વના વિચારો પર ભાર મૂકતી વખતે ધીરેથી બોલો.