અભ્યાસ ૧૧
ઉત્સાહ
કેવી રીતે કરશો:
-
માહિતી તમારા દિલમાં રેડી દો. તમારા સંદેશાની તૈયારી કરો ત્યારે, એ માહિતી કેમ મહત્ત્વની છે એના પર વધારે વિચાર કરો. માહિતીથી એટલા જાણકાર થઈ જાઓ કે તમે એના વિશે દિલથી વાત કરી શકો.
-
સાંભળનારાઓનો વિચાર કરો. તમે જે માહિતી વાંચશો અને શીખવશો એનાથી બીજાઓને શું લાભ થશે, એનો અગાઉથી વિચાર કરો. લોકોને પસંદ પડે એવી રીતે માહિતી રજૂ કરો.
-
બીજાઓને કંટાળો આવે એવી રીતે ન બોલો: હોંશથી બોલો. તમારા હાવભાવમાં, તમારા ચહેરા પર ફૂલની જેમ લાગણીઓ ખીલી ઊઠવી જોઈએ.