સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૩

માહિતી પાળવાનું શીખવો

માહિતી પાળવાનું શીખવો

નીતિવચનો ૩:૨૧

મુખ્ય વિચાર: લોકોને એ સમજવા મદદ કરો કે તમે જે માહિતી જણાવો છો એ તેઓના જીવનને અસર કરે છે. તેઓ જે શીખે છે એ કઈ રીતે જીવનમાં ઉતારી શકે એ શીખવો.

કેવી રીતે કરશો:

  • તમારા સાંભળનારાઓનો વિચાર કરો. તમે જે માહિતી રજૂ કરો છો, એ લોકોએ કેમ જાણવી જોઈએ એનો વિચાર કરો. એવી કોઈ ખાસ વાત છે જે તેઓને મદદ કરશે?

  • સાંભળનારાઓએ શું કરવું, એ વિશે આખી ટૉકમાં જણાવતા રહો. પહેલેથી જ તેઓને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તો મને જ કામ આવે એવી માહિતી છે. દરેક મુખ્ય વિચાર રજૂ કરો ત્યારે, એ પણ જણાવો કે કેવી રીતે જીવનમાં લાગુ પાડી શકાય. વધારે પડતી કે કામ વગરની માહિતી ન જણાવો.