સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૪

મુખ્ય મુદ્દાઓ ચમકાવો

મુખ્ય મુદ્દાઓ ચમકાવો

હિબ્રૂઓ ૮:૧

મુખ્ય વિચાર: સાંભળનારાઓનું ધ્યાન તમારી ટૉક પરથી હટવું ન જોઈએ. તમે એક પછી એક જે મુખ્ય વિચારો શીખવો, એ તમારા વિષયને મળતા હોવા જોઈએ.

કેવી રીતે કરશો:

  • તમે શું શીખવવા માંગો છો એ નક્કી કરો. તમે કેમ ટૉક આપો છો એનો વિચાર કરો. માહિતી આપવા? ખાતરી આપવા? કે કંઈક પગલાં ભરે એ માટે હિંમત આપવા? એ મુજબ તૈયારી કરો. મુખ્ય મુદ્દાઓ તમારા વિષયને ચમકાવે એવા હોવા જોઈએ.

  • તમારી ટૉકનો વિષય ચમકાવો. તમારા વિષયને આખી ટૉકમાં ગૂંથી લો. એ માટે વિષયના મુખ્ય શબ્દો વારંવાર જણાવો. અથવા એ શબ્દોને મળતા બીજા શબ્દો વારંવાર જણાવો.

  • મુખ્ય મુદ્દાઓને સાદા શબ્દોમાં સમજાવો. તમારા વિષય સાથે ભળતા હોય અને આપેલા સમયમાં ચમકાવી શકતા હો એવા મુદ્દાઓ જ પસંદ કરો. વધારે પડતા મુદ્દાઓ ન વાપરો. દરેક મુખ્ય મુદ્દો ચોખ્ખી રીતે જણાવો. એક પછી બીજા મુદ્દા પર તરત આવી ન જાઓ. બીજો મુદ્દો રજૂ કરો એ પહેલાં જરાક થોભો.