સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૬

તાજગી અને હિંમત આપો

તાજગી અને હિંમત આપો

અયૂબ ૧૬:૫

મુખ્ય વિચાર: સંજોગો સુધારે અને ઉપાય બતાવે એવી વાતો કરો, જેથી વ્યક્તિને હિંમત મળે.

કેવી રીતે કરશો:

  • જે લોકો સાંભળે છે તેઓ વિશે સારું વિચારો. યહોવા જે કહે છે, એ જ આપણાં ભાઈ-બહેનો કરવા માંગે છે એવો ભરોસો રાખો. કદાચ તમારે તેઓને સુધારવા પડે. પણ તેઓમાં કંઈક તો સારું હશે જ, એ વિશે તમે પહેલા જણાવો.

  • નિરાશ કરે એવી માહિતી જરૂર પૂરતી જ વાપરો. નિરાશ કરે એવી વાતો ઓછી કરો. મોટા ભાગે દિલને તાજગી મળે એવી વાતો કરો.

  • બાઇબલ છૂટથી વાપરો. યહોવાએ આપણા માટે જે કર્યું છે, જે કરે છે અને જે કરવાનાં છે એના પર ધ્યાન દોરો. લોકોનાં દિલમાં હિંમત અને આશા ભરી દો.