સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧૯

સંદેશો દિલ સુધી પહોંચાડો

સંદેશો દિલ સુધી પહોંચાડો

નીતિવચનો ૩:૧

મુખ્ય વિચાર: તમારા સાંભળનારાઓ જે શીખે છે એની કદર કરે અને એ જીવનમાં ઉતારે એવી રીતે શીખવો.

કેવી રીતે કરશો:

  • સાંભળનારાને એ વિચારવા મદદ કરો કે તેઓ શું માને છે અને શું કરવા ચાહે છે. તેઓ જે શીખે છે એ વિશે કેવું લાગે છે? એ વિશે તેઓ મનમાં વિચાર કરી શકે એવા સવાલો પૂછો.

  • લોકોના દિલમાં જે હોય એના પર ભાર મૂકો. લોકોને એ તપાસવા મદદ કરો કે તેઓ શા માટે ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. યહોવા માટે, લોકો માટે અને બાઇબલ માટે પ્રેમ વધે એ રીતે તેઓને શીખવો. બાઇબલમાંથી સમજાવો, ખાલી ભાષણ ન આપો. રજૂઆતને અંતે તેઓને ઢીલા ન પાડી દો, પણ હિંમતથી ભરી દો, જેથી જે ખરું છે એ તેઓ કરે.

  • યહોવા તરફ ધ્યાન દોરો. બાઇબલનો કોઈ ઉપદેશ, સિદ્ધાંત કે આજ્ઞા જણાવો ત્યારે, એમાંથી યહોવાના સ્વભાવ વિશે અને તેમના પ્રેમ વિશે શું શીખવા મળે છે એ ચમકાવો. કંઈ પણ કરીએ એમાં યહોવાને કેવું લાગશે એનો વિચાર કરતા શીખવો. યહોવાને ગમે છે એ રીતે જીવન જીવતા શીખવો.