સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૧

સારી રજૂઆત

સારી રજૂઆત

પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૨

મુખ્ય વિચાર: તમારી રજૂઆતથી લોકોમાં રસ જાગવો જોઈએ. તમે શાના વિશે વાત કરો છો એની તરત ખબર પડવી જોઈએ. તેઓને ખ્યાલ આવવો જોઈએ કે એ વિશે જાણવું કેમ મહત્ત્વનું છે.

કેવી રીતે કરશો:

  • રસ જગાડો. લોકો સાથે વાત કરો ત્યારે, તેઓને રસ જાગે એવો કોઈ સવાલ, જીવનનો કોઈ સાચો અનુભવ અથવા કોઈ સમાચાર મનમાં વિચારી રાખો.

  • તમારો વિષય. તમે કયા વિષય પર વાત કરવા આવ્યા છો? એનું શું કારણ છે? તમારી રજૂઆતમાં એની ચોખવટ કરો.

  • એ વિષય કેમ મહત્વનો છે એ જણાવો. વાત કરતી વખતે લોકોને શાની ચિંતા હોય છે અને તેઓને શું મદદ કરશે એ પારખીને તમારી વાતમાં ફેરફાર કરો. એ સમજવા મદદ કરો કે તમે જે વાત કરો છો એનાથી તેઓને લાભ થશે.