અભ્યાસ ૨
વાતચીતની રીત
૨ કોરીંથીઓ ૨:૧૭
મુખ્ય વિચાર: સહેલાઈથી અને દિલથી વાત કરો. સાંભળનારને એવું લાગવું જોઈએ કે તમને તેમના માટે લાગણી છે, દયા છે, પ્રેમ છે. એટલે મહત્ત્વના વિષય પર વાત કરવા આવ્યા છો.
કેવી રીતે કરશો:
-
પ્રાર્થના કરો, સારી તૈયારી કરો. વાત કરો ત્યારે ગભરાશો નહિ. સંદેશા પર ધ્યાન દોરી શકો એ માટે પ્રાર્થના કરો. તમે જે મુખ્ય વિચારો જણાવવા માંગો છો એને તમારા મનમાં ગોઠવી રાખો. તમારા પોતાના શબ્દોમાં વિચારો જણાવો. છાપેલા કે ગોખેલા શબ્દો બોલી જતા નહિ.
-
દિલથી વાત કરો. વિચારો કે લોકોએ શા માટે તમારો સંદેશો સાંભળવો જોઈએ. તેઓ પર ધ્યાન આપો. એમ કરશો તો, તમારા હાવભાવમાં, તમારા ચહેરા પર પ્રેમ અને મમતા દેખાઈ આવશે.
-
સાંભળનારાઓને જુઓ. જો તમારા સમાજમાં લોકોને ખરાબ ન લાગે, તો તેઓની સામે જોઈને વાત કરો. તમે ટૉક આપો ત્યારે, સાંભળનારાઓ પર ફક્ત નજર ફેરવવાને બદલે તેઓમાંથી એક એકની સામે જોઈને વાત કરો.