સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૮

શીખવે એવા દાખલાઓ

શીખવે એવા દાખલાઓ

માથ્થી ૧૩:૩૪, ૩૫

મુખ્ય વિચાર: વ્યક્તિને ગમી જાય અને મહત્ત્વના વિચારો શીખવે એવા સાદા દાખલા વાપરો અને જે શીખવો એમાં રંગ ભરી દો.

કેવી રીતે કરશો:

  • સાદા દાખલા પસંદ કરો. મોટી મોટી વાતો સમજાવવા ઈસુએ નાની નાની વાતો કહી. અઘરી વાતો સમજાવવા તેમણે સહેલી વાતો જણાવી. તમે પણ એમ જ કરો. સાદો દાખલો વાપરો અને વધારે પડતી વિગતો ઉમેરવાનું ટાળો. જે દાખલો વાપરો છો એની બધી વિગતો, તમે જે સમજાવવા માંગો છો એની સાથે બંધબેસતી હોવી જોઈએ. નહિ તો, સાંભળનારા ગૂંચવાઈ જશે.

  • તમારા સાંભળનારાને મનમાં રાખો. તમારા સાંભળનારાને ખબર હોય અને રસ પડે એવા દાખલા પસંદ કરો. વ્યક્તિને શરમ આવે અથવા ખોટું લાગે એવા દાખલા ન વાપરો.

  • મુખ્ય વિચાર શીખવો. દાખલાની નાની નાની વિગતો તરફ નહિ, પણ એના મુખ્ય વિચારો તરફ ધ્યાન દોરો. એવી રીતે રજૂ કરો કે ફક્ત દાખલો જ નહિ, એનો બોધપાઠ પણ લોકોને યાદ રહે.