દેવ આપણને તેમના હેતુઓ વિષે જણાવે છે
ભાગ ૪
દેવ આપણને તેમના હેતુઓ વિષે જણાવે છે
૧, ૨. નિખાલસપણે પૂછનારને દેવ જવાબો પૂરા પાડે છે એમ આપણે કઈ રીતે જાણીએ છીએ?
પ્રેમાળ દેવને શોધનાર નિખાલસ વ્યક્તિઓને, તે પોતાના હેતુઓ ખરેખર પ્રગટ કરે છે. તે જીજ્ઞાસુ માનવીઓને પ્રશ્નોના જવાબ પૂરા પાડે છે, જેમ કે તેમણે યાતનાને શા માટે પરવાનગી આપી છે.
૨ બાઈબલ જણાવે છે: “જો તું [દેવને] શોધશે તો તે તને જડશે.” “આકાશમાં એક દેવ છે જે મર્મ ખોલે છે.” “ખચીત પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯; દાનીયેલ ૨:૨૮; આમોસ ૩:૭.
જવાબો ક્યાં છે?
૩. દેવ યાતનાને શા માટે પરવાનગી આપે છે એ આપણે ક્યાં શોધી શકીએ?
૩ દેવે શા માટે યાતનાને પરવાનગી આપી છે અને તે એ વિષે શું કરશે જેવા પ્રશ્નોના જવાબો, તેમણે આપણા લાભાર્થે પ્રેરેલી નોંધમાં મળે છે. એ નોંધ તેમનો શબ્દ, પવિત્ર બાઈબલ છે. “દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારુ તૈયાર થાય.”—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
૪, ૫. શાને લીધે બાઈબલ અજોડ પુસ્તક બને છે?
૪ બાઈબલ સાચે જ એક અજોડ પુસ્તક છે. એ માનવ ઇતિહાસની સૌથી વધુ ચોકસાઈભરી નોંધ છે અને માનવીઓની ઉત્પત્તિથી પણ ભૂતકાળમાં જાય છે. એ આધુનિક પણ છે, કેમ કે એની ભવિષ્યવાણીઓ આપણા સમયના અને નજીકના ભાવિના બનાવોને લગતી પણ છે.
૫ ઐતિહાસિક ચોક્સાઈ માટે બીજા કોઈ પુસ્તકની આટલી લાયકાત નથી. દાખલા તરીકે, પ્રાચીન સાંસ્કૃતિક લેખકોની માત્ર થોડી જ હસ્તપ્રતો અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બાઈબલની ઘણી હસ્તપ્રતો અસ્તિંત્વ ધરાવે છે, કેટલીક આંશિક અને કેટલીક પૂર્ણ: હેબ્રી શાસ્ત્રવચનો (“જૂના કરાર”ના ૩૯ પુસ્તકો)ની લગભગ ૬,૦૦૦ અને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો (“નવા કરાર”ના ૨૭ પુસ્તકો)ની લગભગ ૧૩,૦૦૦.
૬. શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે મૂળભૂત રીતે બાઈબલ દેવે એને પ્રેરિત કર્યું ત્યારે હતું તેવું જ આજે છે?
૬ બાઇબલની પ્રેરણા આપનાર સર્વશક્તિમાન દેવે તકેદારી રાખી કે એ હસ્તપ્રતોની આવૃત્તિઓમાંના પાઠની પ્રમાણિકતા જાળવવામાં આવે. તેથી આજે આપણા બાઈબલો અનિવાર્યપણે મૂળ પ્રેરિત લખાણો જેવા જ છે. એની કદર કરવા આપણને મદદ કરતો બીજો ઘટક એવો છે કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની કેટલીક પ્રતો મૂળ લખાણોના સમયથી સો વર્ષો સુધીમાંના સમયની અંદર જ છે. અત્યારે અસ્તિત્વ ધરાવતી પ્રાચીન દુન્યવી લેખકોની થોડીક જ હસ્તપ્રત આવૃત્તિઓ મૂળ કર્તાઓથી કેટલીય સદીઓ સુધીના વખતમાં ભાગ્યે જ લખાયેલી જણાય છે.
દેવની ભેટ
૭. બાઈબલનો ફેલાવો કેટલો વિસ્તૃત છે?
૭ બાઈબલ ઇતિહાસમાં સૌથી વધુ વિતરણ પામેલું પુસ્તક છે. કંઈક ત્રણ અબજ પ્રતો છાપવામાં આવી છે. બીજું કોઈ પણ પુસ્તક એ સંખ્યાની નજીક આવતું નથી. અને બાઈબલ અથવા એના ભાગો કંઈક ૨,૦૦૦ ભાષાઓમાં ભાષાંતર પામ્યાં છે. આમ, અંદાજ કાઢવામાં આવે છે કે આપણા ગ્રહના ૯૮ ટકા લોકોને બાઈબલ પ્રાપ્ય છે.
૮-૧૦. બાઈબલ આપણી તપાસને યોગ્ય છે એના કેટલાક કારણો કયા છે?
૮ સાચે જ જે પુસ્તક દેવ પાસેથી હોવાનો દાવો કરે છે અને જેને પ્રમાણભૂતતાના સર્વ આંતરિક અને બાહ્ય પુરાવાઓ છે એ આપણી તપાસને યોગ્ય છે. * એ જીવનનો હેતુ, જગતની પરિસ્થિતિનો અર્થ, અને ભાવિમાં શું રહેલું છે એ સમજાવે છે. બીજું કોઈ પુસ્તક એમ ન કરી શકે.
૯ હા, બાઈબલ દેવનો માનવ કુટુંબ માટેનો વાતચીત-વ્યવહાર છે. તેમણે પોતાના સક્રિય બળ, અથવા આત્મા, દ્વારા એના લખાણને નિર્દેશન આપ્યું, અને કંઈક ૪૦ માનવીઓએ નોંધ લખી. આમ દેવ પોતાના શબ્દ, પવિત્ર બાઈબલ, દ્વારા આપણી સાથે બોલે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે દેવનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તેને સ્વીકાર્યું.”—૧ થેસ્સાલોનીકી ૨:૧૩.
૧૦ યુનાઇટેડ સ્ટેટ્સ્ના ૧૬માં પ્રમુખ, અબ્રાહમ લિંકને, બાઈબલ વિષે કહ્યું કે એ “દેવે માણસને આપેલી સૌથી સારી ભેટ છે . . . એના વિના આપણે ખરું અને ખોટું જાણી શક્યા ન હોત.” તો પછી, યાતના કઈ રીતે શરૂ થઈ, શા માટે દેવે એને પરવાનગી આપી છે, અને તે એ વિષે શું કરશે, એ વિષે આ સર્વોત્તમ ભેટ શું કહે છે?
[ફુટનોટ]
^ બાઈબલની પ્રમાણભૂતતા વિષે વધુ માહિતી માટે, વોચટાવર સોસાયટી દ્વારા ૧૯૮૯માં પ્રકાશિત, ધ બાઈબલ—ગોડ્સ્ વર્ડ ઓર મેન્સ? પુસ્તક જુઓ.
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦ પર ચિત્ર]
દેવપ્રેરિત બાઈબલ, માનવ કુટુંબ સાથેનો તેમનો વાતચીત-વ્યવહાર છે