સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવી દુનિયાનો પાયો હમણાં બંધાઈ રહ્યો છે

નવી દુનિયાનો પાયો હમણાં બંધાઈ રહ્યો છે

ભાગ ૧૧

નવી દુનિયાનો પાયો હમણાં બંધાઈ રહ્યો છે

૧, ૨. બાઈબલ ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતામાં, ખુદ આપણી આંખો સમક્ષ શું બની રહ્યું છે?

 એ હકીકત પણ અદ્‍ભુત છે કે શેતાનની જુની દુનિયા વણસતી જાય છે, ત્યારે હમણાં જ દેવની નવી દુનિયાનો પાયો બાંધવામાં આવી રહ્યો છે. ખુદ આપણી આંખો સમક્ષ, દેવ બધા રાષ્ટ્રોમાંથી લોકોને ભેગા કરી રહ્યા છે અને તેમના દ્વારા જલ્દી જ આજના બિનએકતામય જગતની જગાએ આવનાર નવા પાર્થિવ સમાજનો પાયો બાંધી રહ્યાં છે. બાઈબલમાં, ૨ પીતર ૩:૧૩માં, આ નવો સમાજ “નવી પૃથ્વી” કહેવાયો છે.

બાઈબલ ભવિષ્યવાણી એમ પણ કહે છે: “છેલ્લા કાળમાં [હમણાં આપણે જીવી રહ્યા છીએ એ સમયમાં] . . . ઘણાં લોકો જઈને કહેશે, ચાલો, આપણે યહોવાહના પર્વત [તેમની સાચી ઉપાસના] પાસે, . . . ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શિખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું.”—યશાયાહ ૨:૨, ૩.

આ ભવિષ્યવાણી ‘દેવના માર્ગને’ આધીન થનારાં અને ‘તેમના રસ્તાઓમાં ચાલનારાં’ લોકો મધ્યે પરિપૂર્ણ થઈ રહી છે. બાઈબલનું છેલ્લું પુસ્તક લોકોના આ શાંતિચાહક આંતરરાષ્ટ્રીય સમાજને “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, . . . માણસોની એક મોટી સભા [મોટો સમુદાય, NW]”, એકતામાં દેવની સેવા કરતું સાચું ગોળાવ્યાપી ભાતૃત્વ, કહે છે. અને બાઈબલ એમ પણ કહે છે: “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે.” એટલે કે, તેઓ આ દુષ્ટ વસ્તુવ્યવસ્થાના અંતમાંથી બચી જશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪; માત્થી ૨૪:૩.

સાચું આંતરરાષ્ટ્રીય ભાતૃત્વ

૪, ૫. શા માટે યહોવાહના સાક્ષીઓનું જગતવ્યાપી ભાતૃત્વ શક્ય છે?

લાખો યહોવાહના સાક્ષીઓ નિખાલસપણે દેવની સૂચનાઓ અને માર્ગોના સુમેળમાં જીવવાનો પ્રયત્ન કરે છે. અનંતજીવનની તેઓની આશા દેવની નવી દુનિયામાં લાંગરેલી છે. તેઓનું રોજિંદુ જીવન દેવના નિયમની આધીનતામાં ચલાવીને, તેઓ હમણાં અને નવી દુનિયા, એમ બંનેમાં, શાસનની દેવની રીતને આધીન થવાની પોતાની ઇચ્છા બતાવે છે. દરેક જગાએ, તેમની રાષ્ટ્રીયતા કે જાતિ ગમે તે હોય, છતાં તેઓ સરખા જ ધોરણો પાળે છે—જે દેવે તેમના શબ્દમાં ગોઠવેલા છે. એ કારણથી તેઓ એક સાચું આંતરરાષ્ટ્રીય ભાતૃત્વ છે, દેવે બનાવેલો નવી દુનિયાનો સમાજ.—યશાયાહ ૫૪:૧૩; માત્થી ૨૨:૩૭, ૩૮; યોહાન ૧૫:૯, ૧૪.

યહોવાહના સાક્ષીઓ અજોડ ગોળાવ્યાપી ભાતૃત્વ હોવાનો યશ પોતે લેતા નથી. તેઓ જાણે છે કે એ દેવના નિયમોને આધીન થનારાઓ પર કાર્ય કરતા તેમના શક્તિશાળી આત્માને પરિણામે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯, ૩૨; ગલાતી ૫:૨૨, ૨૩) એ દેવનું કૃત્ય છે. ઇસુએ કહ્યું તેમ, “માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે.” (લુક ૧૮:૨૭) આમ જે દેવે ટકાઉ વિશ્વ શક્ય બનાવ્યું છે એ જ દેવ ટકાઉ નવી દુનિયાનો સમાજ પણ શક્ય બનાવે છે.

૬. શા માટે યહોવાહના સાક્ષીઓનું ભાતૃત્વ આધુનિક ચમત્કાર કહી શકાય?

આમ, અત્યારે બાંધવામાં આવી રહેલા નવી દુનિયાના પાયા માટે તેમણે જે ઉત્પાદન કર્યું છે એ પરથી નવી દુનિયામાં શાસન કરવાની યહોવાહની રીત જોઈ શકાય છે. અને તેમણે પોતાના સાક્ષીઓ સાથે જે કર્યું છે તે, એક અર્થમાં, આધુનિક ચમત્કાર છે. શા માટે? કેમ કે તેમણે યહોવાહના સાક્ષીઓને, ભાગલામય રાષ્ટ્રીય, જાતિવાદી, અથવા ધાર્મિક હિતોથી ભાંગી ન શકાય એવા, સાચા જગતવ્યાપી ભાતૃત્વમાં બાંધ્યા છે. સાક્ષીઓ લાખોની સંખ્યામાં છે અને ૨૦૦થી વધુ દેશોમાં રહે છે, છતાં તેઓ અતૂટ બંધનમાં એક તરીકે બંધાયેલા છે. આખા ઇતિહાસમાં અજોડ, આ જગતવ્યાપી ભાતૃત્વ, ખરેખર આધુનિક ચમત્કાર છે—દેવનું કૃત્ય છે.—યશાયાહ ૪૩:૧૦, ૧૧, ૨૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; ગલાતી ૩:૨૮.

દેવના લોકોને ઓળખવા

૭. ઇસુ પોતાનાં સાચા અનુયાયીઓ કઈ રીતે ઓળખાશે એ વિષે શું કહ્યું?

દેવ તેમની નવી દુનિયાના પાયા માટે જેઓનો ઉપયોગ કરે છે એ લોકો કોણ છે એ વધુ કઈ રીતે નક્કી કરી શકાય? વારુ, યોહાન ૧૩:૩૪, ૩૫માંના ઇસુના શબ્દો કોણ પરિપૂર્ણ કરે છે? તેમણે જણાવ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” યહોવાહના સાક્ષીઓ ઇસુના શબ્દો માને છે અને એ પ્રમાણે કરે છે. દેવનો શબ્દ સૂચવે છે તેમ, તેઓ “એકબીજા પર આગ્રહથી પ્રીતિ” કરે છે. (૧ પીતર ૪:૮) વધુમાં, તેઓ પોતે “પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી” લે છે. (કોલોસી ૩:૧૪) આમ ભાતૃત્વ પ્રેમ એ “ગુંદર” છે જે તેઓને જગતવ્યાપી ધોરણે સાથે જકડી રાખે છે.

૮. કઈ રીતે ૧ યોહાન ૩:૧૦-૧૨ દેવના લોકોની વધુ ઓળખ આપે છે?

તદુપરાંત, ૧ યોહાન ૩:૧૦-૧૨ કહે છે: “એથી દેવનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે દેવનો નથી. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે, કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ; જેવો કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું.” આમ, દેવના લોકો અહિંસક, ગોળાવ્યાપી ભાતૃત્વમય લોકો છે.

બીજું ઓળખચિહ્‍ના

૯, ૧૦. (અ) છેલ્લા દિવસોમાં દેવના સેવકો કયા કાર્યથી ઓળખાશે? (બ) યહોવાહના સાક્ષીઓએ માત્થી ૨૪:૧૪ કઈ રીતે પરિપૂર્ણ કરી છે?

દેવના સેવકોને ઓળખવાની બીજી એક રીત છે. જગતના અંત વિષેની પોતાની ભવિષ્યવાણીમાં, ઇસુએ એવી ઘણી બાબતો વિષે કહ્યું જે આ સમયગાળાને છેલ્લા દિવસો તરીકે ચિહ્‍નિત કરે. (ભાગ ૯ જુઓ.) આ ભવિષ્યવાણીનું એક પ્રાથમિક પાસું માત્થી ૨૪:૧૪માં તેમના આ શબ્દોમાં ઉલ્લેખાયું છે: “અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”

૧૦ શું આપણે એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થતી જોઈ છે? હા. ૧૯૧૪માં છેલ્લા દિવસોની શરૂઆતથી માંડીને, યહોવાહના સાક્ષીઓએ, ઇસુએ આજ્ઞા કરી હતી તે રીતે જ, એટલે કે, લોકોના ઘરે જઇને, આખા જગતમાં દેવના રાજ્યના સુસમાચારનો પ્રચાર કર્યો છે. (માત્થી ૧૦:૭, ૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) લાખો સાક્ષીઓ દરેક રાષ્ટ્રમાં લોકોની સાથે નવી દુનિયા વિષે વાત કરવા માટે તેઓની મુલાકાત લે છે. તમે આ મોટી પુસ્તિકા પણ એનાથી જ મેળવી છે, કેમ કે યહોવાહના સાક્ષીઓનું કાર્ય દેવના રાજ્ય વિષેના સાહિત્યની અબજો સામગ્રી છાપવાનો અને વિતરણ કરવાનો સમાવેશ કરે છે. શું તમે બીજા કોઈને ઓળખો છો જે દેવના રાજ્ય વિષે આખા જગતમાં ઘરે ઘરે પ્રચાર કરતું હોય? અને માર્ક ૧૩:૧૦ બતાવે છે તેમ પ્રચાર અને શિક્ષણનું આ કાર્ય “પહેલાં,” અંત આવે એ અગાઉ, થવું જોઈએ.

બીજા મોટા વાદવિષયનો જવાબ આપવો

૧૧. દેવના શાસનને આધીન થઈને યહોવાહના સાક્ષીઓએ બીજું શું સિદ્ધ કર્યું છે?

૧૧ દેવના નિયમો અને સિદ્ધાંતોને આધીન થઈ, યહોવાહના સાક્ષીઓ બીજું કંઈક સિદ્ધ કરે છે. તેઓ બતાવે છે કે, શેતાને દાવો કર્યો કે માનવીઓ કસોટી હેઠળ દેવને વિશ્વાસુ રહી શકે નહિ, ત્યારે તે જૂઠો હતો. આમ તેઓ બીજા મોટા વાદવિષયનો જવાબ આપે છે, જેમાં માનવીઓની પ્રમાણિકતાનો સમાવેશ થાય છે. (અયૂબ ૨:૧-૫) સર્વ રાષ્ટ્રોમાંના લાખો લોકોના સમાજ તરીકે, એક જૂથ તરીકે, સાક્ષીઓ દેવના શાસનને વફાદારી પ્રદર્શિત કરે છે. તેઓ અપૂર્ણ માનવીઓ છે છતાં, અને શેતાની દબાણો છતાં, વિશ્વ સર્વોપરિતાના વાદવિષયમાં દેવનો પક્ષ આગળ કરે છે.

૧૨. પોતાનાં વિશ્વાસથી, સાક્ષીઓ કોનું અનુકરણ કરે છે?

૧૨ આજે, આ લાખો યહોવાહના સાક્ષીઓ, દેવને વફાદારી પ્રદર્શિત કરનારા પાછલા સમયોમાંના બીજા સાક્ષીઓની લાંબી હરોળમાં, પોતાની સાક્ષી ઉમેરે છે. થોડાંકનો ઉલ્લેખ કરતા, તેઓમાંના કેટલાક હતાં હાબેલ, નુહ, અયૂબ, ઈબ્રાહીમ, સારાહ, ઇસ્હાક, યાકૂબ, દબોરાહ, રૂથ, દાઊદ, અને દાનીયેલ. (હેબ્રી, અધ્યાય ૧૧) બાઈબલ કહે છે તેમ, તેઓ, ‘વિશ્વાસુ સાક્ષીઓનું મોટું વાદળ છે.’ (હેબ્રી ૧૨:૧) તેઓએ અને ઇસુના શિષ્યોનો સમાવેશ કરતા બીજાઓએ દેવ પ્રત્યે પ્રમાણિકતા જાળવી. અને ઇસુએ પોતે સંપૂર્ણ પ્રમાણિકતા જાળવીને મહાન ઉદાહરણ પૂરું પાડ્યું.

૧૩. શેતાન વિષેના ઇસુના કયા શબ્દો સાચા સાબિત થયાં છે?

૧૩ એ સાબિત કરે છે કે ઇસુએ ધાર્મિક નેતાઓને શેતાન વિષે જે કહ્યું એ સાચું છે: “મને, એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. . . . તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમ કે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૦, ૪૪.

તમારી પસંદગી કઈ છે?

૧૪. નવી દુનિયાના પાયાને હમણાં શું થઈ રહ્યું છે?

૧૪ દેવ યહોવાહના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સમાજમાં હમણાં નવી દુનિયાનો પાયો બાંધી રહ્યા છે, એ વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે. દેવના શાસનનો સ્વીકાર કરવા દર વર્ષે લાખો લોકો ચોક્કસાઈભર્યા જ્ઞાન પર આધારિત, પોતાની સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ નવી દુનિયાના સમાજનો ભાગ બને છે, વિશ્વ સર્વોપરિતાના વાદવિષયમાં દેવના પક્ષને આગળ કરે છે, અને શેતાનને જૂઠો સાબિત કરે છે.

૧૫. ઇસુ આપણા દિવસોમાં જુદા પાડવાનું કયું કાર્ય કરી રહ્યા છે?

૧૫ દેવનું શાસન પસંદ કરીને, તેઓ, ખ્રિસ્ત “ઘેટાં”ને “બકરાંથી” છૂટા પાડે છે ત્યારે, તેમને “જમણે હાથે” રહેવા લાયક થશે. છેલ્લા દિવસો વિષેની તેમની ભવિષ્યવાણીમાં, ઇસુએ કહ્યું: “સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.” ઘેટાં નમ્ર લોકો છે જેઓ દેવના શાસનને આધીન થઈને, ખ્રિસ્તના ભાઈઓ સાથે સંગત રાખે છે અને તેમને ટેકો આપે છે. બકરાં હઠીલા લોકો છે જેઓ ખ્રિસ્તના ભાઈઓને તરછોડે છે અને દેવના શાસનને ટેકો આપવા કંઈ કરતા નથી. કયા પરિણામો સાથે? ઇસુએ કહ્યું: “તેઓ [બકરાં] સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ [ઘેટાં] સાર્વકાલિક જીવનમાં જશે.”—માત્થી ૨૫:૩૧-૪૬.

૧૬. આવનાર પારાદેશમાં તમે રહેવા માગતા હો તો, તમારે શું કરવું જોઈએ?

૧૬ સાચે જ, દેવ આપણી કાળજી રાખે છે! બહુ જલ્દી જ તે આનંદમય પાર્થિવ પારાદેશ પૂરો પાડશે. તમે એ પારાદેશમાં જીવવા માગો છો? જો એમ હોય તો, યહોવાહ વિષે શીખીને અને તમે જે શીખો તે અમલમાં મૂકીને તેમની જોગવાઈઓ માટેની તમારી કદર બતાવો. “યહોવાહ મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવાહ પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા દેવની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.”—યશાયાહ ૫૫:૬, ૭.

૧૭. કોની સેવા કરવી એ પસંદ કરવામાં શા માટે સમય બગાડવાનો નથી?

૧૭ હવે સમય બગાડવાનો નથી. આ જૂની વ્યવસ્થાનો અંત બહુ જ નજીક છે. દેવનો શબ્દ સલાહ આપે છે: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. . . . જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૫-૧૭.

૧૮. દેવની અદ્‍ભુત નવી દુનિયામાં જીવવાની આત્મવિશ્વાસથી આશા રાખવા, કયા પગલાં તમને શક્તિમાન કરશે?

૧૮ દેવના લોકો નવી દુનિયામાં અનંતજીવન માટેની કેળવણી હમણાં લઇ રહ્યાં છે. તેઓ પારાદેશ વિક્સાવવા માટે જરૂરી આત્મિક અને બીજી કળાઓ શીખી રહ્યાં છે. અમે તમને, દેવને શાસક તરીકે પસંદ કરવા અને તે આજે આખી પૃથ્વી પર કરાવી રહેલા જીવન બચાવવાના કાર્યને ટેકો આપવા, અરજ કરીએ છીએ. યહોવાહના સાક્ષીઓ સાથે બાઈબલનો અભ્યાસ કરો, અને દેવ વિષે જાણો જે તમારે વિષે ખરેખર કાળજી રાખે છે અને જે યાતનાનો અંત લાવશે. એ રીતે તમે પણ નવી દુનિયાના પાયાનો ભાગ બની શકો. ત્યારે તમે દેવની કૃપા મેળવવા અને અદ્‍ભુત નવી દુનિયામાં હંમેશા જીવવા આત્મવિશ્વાસથી આશા રાખી શકો.

[અભ્યાસ પ્રશ્નો]

૩. (અ) યશાયાહની ભવિષ્યવાણી કોની મધ્યે પરિપૂર્ણ થઈ રહી છે? (બ) બાઈબલનું છેલ્લું પુસ્તક એ વિષે કેવી ટીકા આપે છે?

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ પાસે સાચું આંતરરાષ્ટ્રીય ભાતૃત્વ છે

[પાન ૩૨ પર ચિત્ર]

દેવની નવી દુનિયાનો પાયો હમણાં બાંધવામાં આવી રહ્યો છે