સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યાતનાથી મુક્ત પૃથ્વી

યાતનાથી મુક્ત પૃથ્વી

ભાગ ૨

યાતનાથી મુક્ત પૃથ્વી

૧, ૨. ઘણાં કઈ જુદી દ્રષ્ટિ ધરાવે છે?

 જો કે, જગતવ્યાપી લાખો લોકોની તદ્દન જુદી જ દ્રષ્ટિ છે. તેઓ માણસજાત માટે અદ્‍ભુત ભાવિ અગાઉથી જુએ છે. તેઓ કહે છે કે ખુદ આ પૃથ્વી પર જલ્દી જ દુષ્ટતા અને યાતનાથી પૂરેપૂરું મુક્ત જગત હશે. તેઓને આત્મવિશ્વાસ છે કે જે ખરાબ છે એને જલ્દી જ દૂર કરવામાં આવશે અને પૂરેપૂરી નવી દુનિયા સ્થાપિત કરવામાં આવશે. તેઓ એમ પણ કહે છે કે એ નવી દુનિયાનો પાયો હમણાં જ નાખવામાં આવી રહ્યો છે!

આ લોકો માને છે કે નવી દુનિયા યુદ્ધ, ક્રૂરતા, ગુન્હો, અન્યાય, અને ગરીબીથી મુક્ત હશે. એ દુનિયા માંદગી, શોક, આંસુઓ, અને મરણ વગરની હશે. એ સમયે લોકો સંપૂર્ણતામાં વધશે અને પાર્થિવ પારાદેશમાં સુખમાં હંમેશ માટે જીવશે. કેમ વળી, જેઓ મરણ પામ્યા છે તેઓનું પુનરુત્થાન કરવામાં આવશે અને હંમેશા જીવવાની તક આપવામાં આવશે!

૩, ૪. શા માટે આવી વ્યક્તિઓને પોતાની દ્રષ્ટિ વિષે આત્મવિશ્વાસ છે?

શું ભાવિની આ દ્રષ્ટિ એક સ્વપ્ન માત્ર છે, માત્ર શેખચલ્લીના વિચારો છે? ના, જરા પણ નહિ. એ નક્કર પાયાવાળા વિશ્વાસ પર આધારિત છે કે આવી રહેલો પારાદેશ અનિવાર્ય છે. (હેબ્રી ૧૧:૧) શા માટે તેઓને એટલી બધી ખાતરી છે? કેમ કે વિશ્વના સર્વશક્તિમાન ઉત્પન્‍નકર્તાએ એ વચન આપ્યું છે.

દેવના વચનો વિષે, બાઈબલ કહે છે: “જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” “દેવ માણસ નથી કે તે જૂઠું બોલે; . . . શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?” “સૈન્યોના દેવ યહોવાહે સમ ખાઈને કહ્યું છે, કે જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે મનસૂબો કર્યો છે તે કાયમ રહેશે.”—યહોશૂઆ ૨૩:૧૪; ગણના ૨૩:૧૯; યશાયાહ ૧૪:૨૪.

૫. કયા પ્રશ્નોના જવાબો જરૂરી છે?

તો પછી, જો દેવનો હેતુ યાતનાથી મુક્ત પાર્થિવ પારાદેશ સ્થાપિત કરવાનો હતો, તો શા માટે તેમણે પહેલેથી ખરાબ બાબતો થાય એવી પરવાનગી આપી? શા માટે તેમણે જે ખોટું છે એ સુધારવામાં હમણાં સુધી, છ હજાર વર્ષ સુધી રાહ જોઈ? શું એ બધી સદીઓની યાતના એમ દર્શાવે છે કે દેવ ખરેખર આપણી કાળજી રાખતા નથી, અથવા તે અસ્તિત્વ ધરાવતા નથી?

[અભ્યાસ પ્રશ્નો]