સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે દેવે યાતનાને પરવાનગી આપી છે

શા માટે દેવે યાતનાને પરવાનગી આપી છે

ભાગ ૬

શા માટે દેવે યાતનાને પરવાનગી આપી છે

૧, ૨. દેવે આપેલી સારી શરૂઆતને આપણા પ્રથમ માબાપે કઈ રીતે બગાડી?

 ક્યાં વાંધો પડ્યો? એવું શું બન્યું જેણે એદનના પારાદેશમાં દેવે આપણા પ્રથમ માબાપને આપેલી સારી શરૂઆતને બગાડી? શા માટે હજારો વર્ષોથી, પારાદેશના શાંતિ અને સુમેળને બદલે, દુષ્ટતા અને યાતના પ્રવર્ત્યાં છે?

કારણ એ છે કે આદમ અને હવાએ પોતાની સ્વતંત્ર ઇચ્છાનો દુરુપયોગ કર્યો. તેઓએ એ હકીકત પ્રત્યે આંખ આડા કાન કર્યા કે, તેમને દેવ અને તેમના નિયમોથી અલગ થઈ સમૃદ્ધ થવા ઉત્પન્‍ન કરવામાં આવ્યાં ન હતાં. તેમણે દેવથી સ્વતંત્ર થવાનો નિર્ણય કર્યો, એમ વિચારીને કે એ તેમના જીવનને સુધારશે. તેથી તેમણે સ્વતંત્ર ઇચ્છાની દેવ-નિર્ધારિત મર્યાદા બહાર પગ મૂક્યો.—ઉત્પત્તિ, અધ્યાય ૩.

વિશ્વ સર્વોપરિતાનો વાદવિષય

૩-૫. શા માટે દેવે આદમ અને હવાનો નાશ કરી ફરીથી શરૂઆત ન કરી?

શા માટે દેવે આદમ અને હવાનો નાશ ન કર્યો અને બીજા માનવી યુગલથી શરૂઆત ન કરી? કેમ કે તેમની વિશ્વ સર્વોપરિતાને, એટલે કે, શાસન કરવાના તેમના અલગ ન કરી શકાય એવા હક્કને, પડકાર ફેંકવામાં આવ્યો હતો.

પ્રશ્ન એ હતો: કોને શાસન કરવાનો હક્ક છે, અને કોનું શાસન ખરું છે? તેમનું સર્વશક્તિમાન હોવું અને સર્વ પ્રાણીઓના ઉત્પન્‍નકર્તા હોવું, દેવને તેમના પર શાસન કરવાનો હક્ક આપે છે. સર્વજ્ઞ હોવાથી, તેમનું શાસન સર્વ પ્રાણીઓ માટે સર્વોત્તમ છે. પરંતુ હવે દેવના શાસનને પડકાર ફેંકવામાં આવ્યો હતો. તેમ જ, શું તેમની ઉત્પત્તિ—માણસ—માં કંઈ ખામી હતી? માનવી પ્રમાણિકતાનો પ્રશ્ન કઈ રીતે સંકળાયેલો છે એ આપણે પછીથી તપાસીશું.

માણસ દેવથી સ્વતંત્ર થયો તેથી બીજો પ્રશ્ન ઊભો થયો: દેવનું શાસન ન હોય તો શું માનવીઓ વધુ સારું કરી શકે? ચોક્કસપણે જ ઉત્પન્‍નકર્તા જવાબ જાણતા હતા, પરંતુ માનવીઓ એ શોધી કાઢે એનો સાચો માર્ગ એ હતો કે તેઓને જોઈતી પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવે. તેઓએ એ માર્ગ તેઓની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પસંદ કર્યો, તેથી દેવે એને પરવાનગી આપી.

૬, ૭. શા માટે દેવે માનવીઓને આટલો લાંબો વખત પૂરેપૂરી સ્વતંત્રતાની પરવાનગી આપી છે?

માનવીઓને પૂરેપૂરી સ્વતંત્રતા સાથે અખતરો કરવા પૂરતો સમય આપીને, દેવ સર્વ સમય માટે સ્થાપિત કરશે કે માનવીઓ દેવના શાસન હેઠળ વધુ સારા છે કે તેઓના પોતાના. અને પરવાનગી અપાયેલો સમય એટલો લાંબો હશે જેથી માનવીઓ જેને પોતાની રાજકીય, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, અને તબીબી સિદ્ધિઓનું શિખર ગણે છે, ત્યાં સુધી પહોંચી શકે.

તેથી, દેવે છેક આપણા દિવસ સુધી માણસને છૂટો દોર આપ્યો છે જેથી, તેમનાથી સ્વતંત્ર માનવી શાસન સફળ થઈ શકે કે કેમ, એ કોઈ પણ શંકા રહી ન જાય એ રીતે બતાવે. આમ માણસ માયાળુપણું અને ક્રૂરતા વચ્ચે, પ્રેમ અને ધિક્કાર વચ્ચે, ન્યાયીપણું અને અન્યાયીપણા વચ્ચે પસંદગી કરી શકે છે. પરંતુ તેની સામે તેની પસંદગીના પરિણામો પણ છે: ભલાઈ અને શાંતિ અથવા દુષ્ટતા અને યાતના.

આત્મિક પ્રાણીઓનું બંડ

૮, ૯. (અ) કઈ રીતે આત્મિક પ્રદેશમાં બંડ ફાટી નીકળ્યું? (બ) આદમ અને હવા ઉપરાંત બીજા કોને બંડ કરવા શેતાને અસર કરી?

બીજો એક ઘટક વિચારવાનો છે. દેવના શાસન વિરુદ્ધ બંડ કરવામાં આપણા મૂળ માબાપ એકલાં ન હતાં. પરંતુ એ સમયે બીજું કોણ અસ્તિત્વ ધરાવતું હતું? આત્મિક પ્રાણીઓ. દેવે માનવીઓને બનાવ્યા એ પહેલાં, તેમણે ઉચ્ચ પ્રકારનું જીવન બનાવ્યું—આકાશી પ્રદેશમાં રહેવા મોટી સંખ્યામાં દૂતો. તેઓને પણ સ્વતંત્ર ઇચ્છા સહિત અને દેવના શાસનને આધીન થવાની જરૂરિયાત સાથે ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં.—અયૂબ ૩૮:૭; ગીતશાસ્ત્ર ૧૦૪:૪; પ્રકટીકરણ ૫:૧૧.

બાઈબલ બતાવે છે કે બંડ, પ્રથમ આત્મિક પ્રદેશમાં ફાટી નીકળ્યું. એક આત્મિક પ્રાણીને પૂરેપૂરી સ્વતંત્રતા જોઈતી હતી. માનવીઓ તેની ઉપાસના કરે એમ પણ તેને જોઈતું હતું. (માત્થી ૪:૮, ૯) આદમ અને હવાને બંડ પોકારવા અસર કરવામાં આ આત્મિક બંડખોર એક ઘટક બન્યો, જે માટે તેણે એવો ખોટો દાવો કર્યો કે દેવ તેમની પાસેથી કંઈ સારું પાછું રાખી રહ્યા હતા. (ઉત્પત્તિ ૩:૧-૫) તેથી તે ડેવિલ (નિંદક) અને શેતાન (વિરોધી) કહેવાય છે. પછીથી, તેણે બીજા આત્મિક પ્રાણીઓને બંડ પોકારવા લલચાવ્યા. તેઓ અપદૂતો તરીકે ઓળખાયા.—પુનર્નિયમ ૩૨:૧૭; પ્રકટીકરણ ૧૨:૯; ૧૬:૧૪.

૧૦. માનવીઓ અને આત્મિક પ્રાણીઓના બંડમાંથી શું પરિણમ્યું?

૧૦ દેવ વિરુદ્ધ બંડ કરીને, માનવીઓએ પોતાને શેતાન અને તેના અપદૂતોની અસરોને સોંપ્યા. તેથી બાઈબલ શેતાનને “આ જગતનો દેવ” કહે છે, જેણે “અવિશ્વાસીઓના મન આંધળા કર્યાં છે.” એથી જ, દેવનો શબ્દ કહે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” ઇસુએ પોતે શેતાનને “આ જગતનો અધિકારી” કહ્યો.—૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૫:૧૯; યોહાન ૧૨:૩૧.

બે વાદવિષયો

૧૧. બીજા કયા વાદવિષય વિષે શેતાને દેવને પડકાર ફેંક્યો?

૧૧ શેતાને દેવને પડકાર ફેંકતો બીજો વાદવિષય ઊભો કર્યો. મતલબ કે, તેણે દાવો કર્યો કે દેવે માનવીઓને જે રીતે ઉત્પન્‍ન કર્યા છે એમાં એમની ભૂલ છે અને દબાણ હેઠળ કોઈ પણ વ્યક્તિ ખરી બાબત કરવા નહિ માગે. હકીકતમાં, તેણે દાવો કર્યો કે કસોટી હેઠળ તેઓ દેવને શાપ પણ દેશે. (અયૂબ ૨:૧-૫) આ રીતે શેતાને માનવ ઉત્પત્તિની પ્રમાણિકતા વિષે પ્રશ્ન ઉઠાવ્યો.

૧૨-૧૪. કઈ રીતે સમય શેતાને ઊભા કરેલા બે વાદવિષયો વિષેનું સત્ય પ્રગટ કરશે?

૧૨ તેથી, આ વાદવિષય તેમ જ દેવની સર્વોપરિતાના વાદવિષયનો ઉકેલ કઈ રીતે આવશે, એ સર્વ બુદ્ધિશાળી પ્રાણીઓ જુએ માટે દેવે પૂરતા સમયની પરવાનગી આપી. (સરખાવો નિર્ગમન ૯:૧૬.) છેવટે માનવ ઇતિહાસનો અનુભવ આ બે વાદવિષયો વિષેનું સત્ય પ્રગટ કરશે.

૧૩ સર્વ પ્રથમ, વિશ્વ સર્વોપરિતાના વાદવિષય—દેવના શાસન કરવાના હક્ક, વિષે સમય શું પ્રગટ કરશે? શું માનવીઓ દેવ કરતાં વધુ સારી રીતે શાસન કરી શકે? શું દેવ સિવાયની માનવ શાસનની કોઈ પણ વ્યવસ્થા યુદ્ધ, ગુન્હો, અને અન્યાયથી મુક્ત સુખી દુનિયા લાવી શકે? શું કોઈ પણ ગરીબી નાબૂદ કરી શકે અને સર્વ માટે સમૃદ્ધિ પૂરી પાડી શકે? શું કોઈ પણ માંદગી, વૃદ્ધાવસ્થા, અને મૃત્યુને જીતી શકે? દેવનું શાસન એ બધું કરવા ઘડવામાં આવ્યું હતું.—ઉત્પત્તિ ૧:૨૬-૩૧.

૧૪ બીજા વાદવિષયની બાબતે, માનવી ઉત્પત્તિની યોગ્યતા વિષે સમય શું પ્રગટ કરશે? શું દેવે જે રીતે માનવીઓને ઉત્પન્‍ન કર્યા તેમાં તેમની ભૂલ હતી? શું તેઓમાંનો કોઈ પણ કસોટી હેઠળ ખરી બાબત કરશે? શું કોઈ પણ લોકો એમ બતાવશે કે તેમને સ્વતંત્ર માનવ શાસનને બદલે દેવનું શાસન જોઈએ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

દેવે માનવીઓને તેઓની સિદ્ધિઓના શિખર સુધી આવવા માટે સમયની પરવાનગી આપી છે

[ક્રેડીટ લાઈન]

Shuttle: Based on NASA photo