સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વતંત્ર ઇચ્છાની અદ્‍ભુત ભેટ

સ્વતંત્ર ઇચ્છાની અદ્‍ભુત ભેટ

ભાગ ૫

સ્વતંત્ર ઇચ્છાની અદ્‍ભુત ભેટ

૧, ૨. કઈ અદ્‍ભુત ભેટ આપણા બંધારણનો ભાગ છે?

 દેવે શા માટે યાતનાને પરવાનગી આપી છે અને તે એ વિષે શું કરશે એ સમજવા માટે, તેમણે આપણને કેવા બનાવ્યા છે એની આપણે કદર કરવાની જરૂર છે. તેમણે આપણને એક શરીર અને મગજ સહિત ઉત્પન્‍ન કરવાથી કંઈક વધુ કર્યું. તેમણે આપણને ખાસ માનસિક અને લાગણીમય ગુણો સહિત બનાવ્યાં.

આપણા માનસિક અને લાગણીમય બંધારણનો એક ચાવીરૂપ ભાગ સ્વતંત્ર ઇચ્છા છે. હા, દેવે આપણામાં પસંદગી કરવાની સ્વતંત્રતાની ક્ષમતા મૂકી. એ ખરેખર તેમણે આપેલી અદ્‍ભુત ભેટ હતી.

આપણને કેવા બનાવવામાં આવ્યા છે

૩-૫. શા માટે આપણે સ્વતંત્ર ઇચ્છાની કદર કરીએ છીએ?

ચાલો આપણે, યાતનાને દેવની પરવાનગીમાં સ્વતંત્ર ઇચ્છા કઈ રીતે સંકળાયેલી છે એનો વિચાર કરીએ. શરૂઆત કરવા, આનો વિચાર કરો: તમે શું કરશો અને કહેશો, તમે શું ખાશો અને પહેરશો, તમે કયા પ્રકારનું કામ કરશો, અને તમે ક્યાં અને કઈ રીતે રહેશો, એ પસંદ કરવાની સ્વતંત્રતાની તમે કદર કરો છો? અથવા શું તમારા જીવનની દરેક ક્ષણે તમારા દરેક શબ્દ અને કાર્ય કોઈ બીજું ફરમાવે એવું થાય એમ તમે ઇચ્છો છો?

કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઇચ્છતી નથી કે તેના જીવન પરનો કાબૂ તેની પાસેથી આટલી પૂરી રીતે લઈ લેવામાં આવે. શા માટે નહિ? કેમ કે દેવે આપણને એવા બનાવ્યા છે. બાઈબલ આપણને કહે છે કે દેવે માણસને તેમના ‘સ્વરૂપ તથા પ્રતિમા’ પ્રમાણે બનાવ્યું છે, અને દેવને પોતાને છે એ ક્ષમતાઓમાંની એક પસંદગીની સ્વતંત્રતા છે. (ઉત્પત્તિ ૧:૨૬; પુનર્નિયમ ૭:૬) તેમણે માનવીઓને ઉત્પન્‍ન કર્યાં, ત્યારે તેમણે તેમને એ જ અદ્‍ભુત ક્ષમતા આપી—સ્વતંત્ર ઇચ્છાની ભેટ. એ એક કારણ છે જેથી આપણને જુલ્મી શાસકો દ્વારા ગુલામ બનાવવામાં આવે એ હતાશાજનક લાગે છે.

તેથી સ્વતંત્રતા માટેની ઇચ્છા અકસ્માત નથી, કેમ કે દેવ સ્વતંત્રતાના દેવ છે. બાઈબલ કહે છે: “જ્યાં પ્રભુનો [યહોવાહનો, NW] આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.” (૨ કોરીંથી ૩:૧૭) આમ, દેવે આપણને આપણા બંધારણના ભાગરૂપે સ્વતંત્ર ઇચ્છા આપી. તે જાણતા હતા કે આપણાં મન અને લાગણી કઈ રીતે કાર્ય કરે છે, તેથી તે જાણતા હતા કે આપણે સ્વતંત્ર ઇચ્છા સહિત સૌથી વધુ સુખી બનીશું.

૬. કઈ રીતે દેવે આપણું મગજ સ્વતંત્ર ઇચ્છાના સુમેળમાં કામ કરવા બનાવ્યું?

સ્વતંત્ર ઇચ્છાની ભેટ સાથે બંધ બેસે એ રીતે, દેવે આપણને વિચારવાની, બાબતોને તોળવાની, નિર્ણયો લેવાની, અને ખરુંખોટું જાણવાની શક્તિ આપી. (હેબ્રી ૫:૧૪) આમ, સ્વતંત્ર ઇચ્છા બુદ્ધિશાળી પસંદગી પર આધાર રાખવાની હતી. આપણને, પોતાની અંગત ઇચ્છા ન ધરાવતા મન વગરના, યંત્રમાનવ (રોબોટ) જેવા બનાવવામાં આવ્યા ન હતા. તેમ જ આપણને પ્રાણીઓની જેમ સ્ફુરણાથી વર્તવા ઉત્પન્‍ન કરવામાં આવ્યા ન હતા. એને બદલે, આપણું અદ્‍ભુત મગજ સ્વતંત્રતાની આપણી પસંદગીના સુમેળમાં કાર્ય કરવા ઘડવામાં આવ્યું હતું.

સૌથી સારી શરૂઆત

૭, ૮. દેવે આપણા પ્રથમ માબાપને કઈ સારી શરૂઆત આપી?

દેવ કેટલા કાળજી રાખનાર છે એ બતાવવા માટે, આપણા પ્રથમ માબાપ આદમ અને હવાને, સ્વતંત્ર ઇચ્છાની ભેટ સાથે, કોઈ પણ વ્યક્તિ વાજબીપણે માગી શકે એવી દરેક વસ્તુ અપાઈ હતી. તેઓને વિશાળ બગીચામય પારાદેશમાં મૂકવામાં આવ્યાં હતાં. તેઓ પાસે ભૌતિક ભરપૂરપણું હતું. તેઓ પાસે સંપૂર્ણ મન અને શરીર હતાં, તેથી તેઓએ વૃદ્ધ થવાનું અને મરવાનું ન હતું—તેઓ હંમેશ જીવી શક્યા હોત. તેઓને સંપૂર્ણ બાળકો થયા હોત જેઓ પણ સુખી, અનંત ભાવિ ધરાવી શક્યા હોત. અને ફેલાઈ રહેલી વસ્તીને છેવટે આખી પૃથ્વીને પારાદેશમાં ફેરવવાનું સંતોષપ્રદ કાર્ય હોત.—ઉત્પત્તિ ૧:૨૬-૩૦; ૨:૧૫.

જે પૂરું પાડવામાં આવ્યું હતું એ વિષે બાઈબલ વર્ણવે છે: “અને દેવે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ.” (ઉત્પત્તિ ૧:૩૧) બાઈબલ દેવ વિષે એમ પણ કહે છે: “તેનું કામ સંપૂર્ણ છે.” (પુનર્નિયમ ૩૨:૪) હા, ઉત્પન્‍નકર્તાએ માનવ કુટુંબને સંપૂર્ણ શરૂઆત આપી. એનાથી વધુ સારું ન થઈ શક્યું હોત. તે કેવા કાળજી લેનાર દેવ સાબિત થયા!

મર્યાદામાં રહીને સ્વતંત્રતા

૯, ૧૦. શા માટે સ્વતંત્ર ઇચ્છા યોગ્યપણે નિયંત્રિત થવી જોઈએ?

તેમ છતાં, શું દેવનો હેતુ સ્વતંત્ર ઇચ્છા અમર્યાદિત રાખવાનો હતો? વાહનવ્યવહારના કોઈ પણ નિયમ વિનાના શહેરની કલ્પના કરો, જ્યાં દરેક જણ કોઈ પણ દિશામાં ગમે તેટલી ઝડપે હંકારી શકે. શું એવી પરિસ્થિતિમાં તમને હંકારવાનું ગમશે? ના, એ તો વાહનવ્યવહારની અરાજકતા થાય અને સાચે જ ઘણા અકસ્માતો પરિણમે.

૧૦ સ્વતંત્ર ઇચ્છાની દેવની ભેટ વિષે પણ એવું જ છે. અમર્યાદિત સ્વતંત્રતાનો અર્થ સમાજમાં અરાજકતા થાય. માનવ પ્રવૃત્તિઓને દોરવા માટે નિયમો હોવાં જરૂરી છે. દેવનો શબ્દ કહે છે: “સ્વતંત્ર માણસો તરીકે વર્તો, અને કદી પણ તમારી સ્વતંત્રતા દુષ્ટતાના બહાના તરીકે ન વાપરો.” (૧ પીતર ૨:૧૬, JB) દેવ સાર્વજનિક ભલા માટે સ્વતંત્ર ઇચ્છા નિયંત્રિત હોય એમ ઇચ્છે છે. તેમણે આપણા માટે, પૂરેપૂરી સ્વતંત્રતા નહિ, પરંતુ નિયમના શાસનને આધીન સાપેક્ષ સ્વતંત્રતાનો હેતુ રાખ્યો.

કોના નિયમો?

૧૧. કોના નિયમો પાળવા આપણને ઘડવામાં આવ્યાં હતાં?

૧૧ આપણને કોના નિયમો પાળવા ઘડવામાં આવ્યાં હતાં? ૧ પીતર ૨:૧૬ (JB) કલમનો બીજો ભાગ જણાવે છે: “તમે દેવ સિવાય બીજા કોઈના દાસો નથી.” એનો અર્થ જુલ્મી ગુલામી નથી, પરંતુ, એને બદલે, એનો અર્થ એ થાય છે કે દેવના નિયમોની આધીનતામાં હોઈએ ત્યારે સૌથી વધુ સુખી રહેવા આપણે ઘડાયા હતાં. (માત્થી ૨૨:૩૫-૪૦) માનવીઓએ ઘડેલા કોઈ પણ નિયમ કરતાં વધુ, તેમનાં નિયમો, સૌથી સારું માર્ગદર્શન પૂરું પાડે છે. “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

૧૨. દેવના નિયમોમાં આપણને પસંદગીની કઈ સ્વતંત્રતા છે?

૧૨ એ જ સમયે, દેવના નિયમો તેમની મર્યાદામાં પસંદગીની મોટી સ્વતંત્રતા આપે છે. એ વિવિધતામાં પરિણમે છે અને માનવ કુટુંબને આકર્ષક બનાવે છે. સમસ્ત જગતમાંના ખોરાક, કપડાં, સંગીત, કળા, અને ઘરોના વિવિધ પ્રકારોનો વિચાર કરો. આવી બાબતોમાં સાચે જ બીજી કોઈ વ્યક્તિ આપણે માટે નક્કી કરે એને બદલે આપણે પોતે પસંદગી કરવાનું પસંદ કરીએ છીએ.

૧૩. આપણે પોતાના ભલા માટે કયા ભૌતિક નિયમો પાળવા જોઈએ?

૧૩ માનવી વર્તન માટે દેવના નિયમોને આધીન હોઈએ ત્યારે સૌથી વધુ સુખી રહેવા આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં. એ દેવના ભૌતિક નિયમોને આધીન રહેવા જેવું જ છે. દાખલા તરીકે, જો આપણે ગુરુત્વાકર્ષણના નિયમની અવગણના કરીએ અને ઊંચી જગાએથી કૂદીએ, તો આપણને ઇજા થશે અથવા આપણે મૃત્યુ પામીશું. જો આપણે આપણા શરીરના આંતરિક નિયમોની અવગણના કરીએ અને ખોરાક ખાવાનું, પાણી પીવાનું, કે શ્વાસ લેવાનું બંધ કરી દઈએ, તો આપણે મૃત્યુ પામીશું.

૧૪. આપણે કઈ રીતે જાણીએ છીએ કે માનવીઓને દેવથી સ્વતંત્ર થવા ઉત્પન્‍ન કરવામાં આવ્યાં ન હતાં?

૧૪ દેવના ભૌતિક નિયમોને આધીન થવાની જરૂર સાથે આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં, તેટલા જ ચોક્કસપણે આપણને દેવના નૈતિક અને સામાજિક નિયમોને આધીન થવાની જરૂર સાથે ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં. (માત્થી ૪:૪) માનવીઓને પોતાના બનાવનારથી સ્વતંત્ર થઈને સફળ થવા ઉત્પન્‍ન કરવામાં આવ્યાં ન હતાં. પ્રબોધક યિર્મેયાહ કહે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી. હે યહોવાહ, કેવળ ન્યાયની રૂએ મને શિક્ષા કર.” (યિર્મેયાહ ૧૦:૨૩, ૨૪) તેથી દરેક રીતે માનવીઓ દેવના શાસન હેઠળ જીવવા ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં, તેમના પોતાના નહિ.

૧૫. શું આદમ અને હવા માટે દેવના નિયમો બોજરૂપ હતાં?

૧૫ આપણા પ્રથમ માબાપ માટે દેવના નિયમોને આજ્ઞાંકિત થવું બોજરૂપ ન હતું. એને બદલે, એ તેઓની અને આખા માનવ કુટુંબની સુખાકારીમાં નીવડ્યું હોત. જો પ્રથમ યુગલ દેવના નિયમોની મર્યાદામાં રહ્યું હોત, તો બધું સારું થયું હોત. હકીકતમાં, હમણાં આપણે આનંદોલ્લાસના અદ્‍ભુત પારાદેશમાં પ્રેમાળ, એકતામય માનવ કુટુંબ તરીકે જીવતાં હોત! દુષ્ટતા, યાતના કે મૃત્યુ ન હોત.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્ર]

ઉત્પન્‍નકર્તાએ માનવીઓને સંપૂર્ણ શરૂઆત આપી

[પાન ૧૨ પર ચિત્ર]

જો વાહનવ્યવહારના નિયમો ન હોય તો શું તમને ભરચક વાહનવ્યવહારમાં હંકારવાનું ગમશે?