સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૪

તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?

તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?

આદમ અને હવાએ ભગવાનનું માન્યું નહિ, એટલે તેઓ મરી ગયા. ઉત્પત્તિ ૩:૬, ૨૩

હવાએ શેતાનનું સાંભળીને એ ફળ ખાધું. પછી આદમને આપ્યું અને તેણે પણ એ ખાધું.

તેઓએ યહોવાનું કહેવું ન માન્યું. એ પાપ હતું. યહોવાએ તેઓને એદન વાડીમાંથી કાઢી મૂક્યા.

આદમ, હવા અને તેઓનાં બાળકોનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું. તેઓ ઘરડા થયા અને મરી ગયા. તેઓમાં આત્મા જેવું કંઈ ન હતું. તેઓ માટીમાં મળી ગયા.

મરણ પછી કંઈ બચતું નથી, આપણે ધૂળ ભેગા ધૂળ બની જઈએ છીએ. ઉત્પત્તિ ૩:૧૯

આપણે આદમ અને હવાનાં બાળકો છીએ. એટલે આપણે મરીએ છીએ. મરણ પામેલા કંઈ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, કંઈ કરી શકતા નથી.—સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦.

યહોવા ચાહતા ન હતા કે માણસ મરે. જલદી જ એવો વખત આવશે જ્યારે ગુજરી ગયેલા લોકોને તે જીવતા કરશે. જો તેઓ યહોવાનું કહેવું માનશે, તો કદી નહિ મરે.