સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૧૦

યહોવાનું સાંભળો, આશીર્વાદ મેળવો

યહોવાનું સાંભળો, આશીર્વાદ મેળવો

ગુજરી ગયેલા મોટા ભાગના લોકો ધરતી પર જીવતા કરાશે. પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫

તમે યહોવાનું સાંભળશો તો ઘણા જ આશીર્વાદો મળશે. ભગવાનના રાજમાં તમારી તબિયત એકદમ સરસ હશે. કદી કોઈ બીમાર નહિ પડે. શરીરમાં કોઈ ખોડ નહિ હોય. ખરાબ લોકો હશે જ નહિ. તમે બધા પર ભરોસો મૂકી શકશો.

ત્યારે કોઈની આંખોમાં દુઃખનાં આંસુ નહિ હોય. કોઈ ઘરડા નહિ થાય. કોઈ મરશે નહિ.

મિત્રો અને કુટુંબ સાથે તમે જીવનની મજા લેશો. ભગવાનના રાજમાં બધા સુખચેનથી રહેશે.

કશાનો ડર નહિ હોય. લોકો બધી રીતે સુખી હશે.

ભગવાનનું રાજ બધાં દુઃખો મિટાવી દેશે. પ્રકટીકરણ ૨૧:૩, ૪