અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાથી છુટકારો મેળવો!
પાઠ ૧૩
અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાથી છુટકારો મેળવો!
શુકન-અપશુકન. ઘણા લોકો માને છે કે તેઓ સિંદૂર, ચાંદલો કે મંગળસૂત્ર કાઢે તો અપશુકન થશે. બીજા ઘણા લોકો શુકન માટે નંગવાળી વીંટી પહેરે છે. મોટે ભાગે લોકો તેઓના દરવાજા પર આંબાનાં પાંદડાં, લીંબુ અને મરચાં લટકાવે છે અને સાથિયા પણ દોરે છે. તેઓ શુકન જુએ છે જેથી સ્કૂલ-કોલેજની પરીક્ષામાં પાસ થઈ શકે. બીજા ઘણા લોકો, વેપાર ધંધામાં, પ્રેમમાં સફળ થવા કે લગ્ન વખતે જ્યોતિષ કે બ્રાહ્મણની સલાહ લે છે. અરે, અમુક લોકો તો મેલીવિદ્યામાં પણ ડૂબેલા હોય છે.
યહોવામાં શ્રદ્ધા રાખો. જો તમે યહોવા પર પૂરી શ્રદ્ધા રાખશો, તો તે તમને અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાના ચક્કરમાંથી મુક્ત કરશે અને તમારું રક્ષણ કરશે.—૧ પીતર ૩:૧૨; યાકૂબ ૨:૧૯; પ્રકટીકરણ ૧૨:૯.
યહોવા આવી અંધશ્રદ્ધાઓને નફરત કરે છે. એમાં માનવાથી તમે શેતાનના હાથમાં નાચો છો. યહોવા કહે છે કે આવી બધી અંધશ્રદ્ધાઓમાં તમારે જરાય માનવું ન જોઈએ.—પુનર્નિયમ ૧૮:૧૦.