ઈશ્વરના ભક્તો કોણ છે?
પાઠ ૯
ઈશ્વરના ભક્તો કોણ છે?
ઈસુ એક ખરા ઈશ્વરભક્ત છે. યહોવાએ લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા. (યોહાન ૧૭:૫) ઈસુ મોટા થયા પછી, તેમણે લોકોને યહોવા વિશે શીખવ્યું. (યોહાન ૧૮:૩૭) છેવટે તેમણે પોતાના જીવનનું બલિદાન આપીને માણસોને પાપમાંથી છોડાવ્યા. (રોમનો ૬:૨૩) પછી યહોવાએ ઈસુને પાછા જીવતા કર્યા. હવે તે સ્વર્ગમાં છે અને આ પૃથ્વી પર રાજ કરે છે. (પ્રકટીકરણ ૧૯:૧૬) બહુ જ જલદી ઈસુ આખી પૃથ્વીને સુંદર બનાવશે.
સ્વર્ગમાં યહોવાના બીજા વહાલા ભક્તો છે. ઈશ્વરે પૃથ્વી બનાવી, એ પહેલાં સ્વર્ગમાં કરોડો દૂતો બનાવ્યા હતા. ઈસુ સાથે તેઓ બધા દિનરાત યહોવાની ભક્તિ કરે છે. (અયૂબ ૩૮:૪-૭; દાનીયેલ ૭:૧૦) આ સારા દૂતો બસ એ જ ચાહે છે કે તમે યહોવાની જ ભક્તિ કરો.—પ્રકટીકરણ ૧૪:૬, ૭.
પૃથ્વી પર યહોવાના બીજા ભક્તો પણ છે. યહોવાના સાક્ષીઓ આજે ઘરે ઘરે જઈને બધાને જણાવે છે કે ફક્ત યહોવા જ પરમાત્મા છે. (યશાયા ૪૩:૧૦) તેઓ એ પણ શીખવે છે કે યહોવા આપણા પર આશીર્વાદો વરસાવશે.