સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે

ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે

પાઠ ૫

ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે

ઈશ્વરના રાજમાં જીવન કેટલું જુદું હશે? આજે તો પૈસાની તાણ, કજિયા કંકાસ, બીમારીઓ જેવા અનેક દુઃખો આપણા માથે પડે છે. એ બધું દુઃખ હવે જતું રહેશે. યહોવા પોતે આખી ભૂમિને સુખથી ભરપૂર કરશે! એમાં તમારી ખુશીઓનો કોઈ પાર નહિ રહે! એ નવી દુનિયામાં તમારું જીવન કેવું હશે?

બધા લોકો સારા હશે. દરેકનું દિલ સાફ હશે. બધા જ લોકો ઈશ્વરના માર્ગ પર ચાલશે.—નીતિવચનો ૨:૨૧.

કોઈ ભૂખ્યા પેટે સૂઈ નહિ જાય. બાઇબલ કહે છે કે બધા ખાઈ પીને મોજ કરશે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

યહોવા તમારું ધ્યાન રાખશે. રહેવા માટે પોતપોતાનું સરસ મજાનું ઘર હશે. કોઈને કાળી મજૂરી કરવી નહિ પડે.—યશાયા ૬૫:૨૧-૨૩.

આખી દુનિયામાં શાંતિ. યહોવા કહે છે: ‘હું પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દઈશ.’—ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯.

તંદુરસ્ત જીવન. લંગડા, આંધળા, બહેરા, મૂંગા કે કોઈ પણ રીતે બીમાર હોય, એ બધાને યહોવા સાજા કરશે. (યશાયા ૩૫:૫, ૬) બાઇબલ વચન આપે છે કે, ‘આજે મારી તબિયત ઠીક નથી’ એવું તમે ક્યારેય કહેશો નહિ.—યશાયા ૩૩:૨૪.

દર્દના આંસુ નહિ વહે. યહોવાનું વચન છે કે તમારે આંસુ નહિ સારવા પડે. તમે દુઃખનું નામ પણ ભૂલી જશો. અરે, કોઈ મરશે પણ નહિ!—પ્રકટીકરણ ૨૧:૪.

ખરાબ લોકોનો નાશ થશે. યહોવા દુષ્ટ અને પાપી લોકોનું નામનિશાન મિટાવી દેશે.—નીતિવચનો ૨:૨૨.

બધા લોકો તમને પ્યારથી બોલાવશે. તમારી ચામડીનો રંગ કોઈ જોશે નહિ. નાત-જાત કે ઊંચ-નીચનો ભેદભાવ કોઈ નહિ રાખે. બધા લોકો હળીમળીને રહેશે.—યશાયા ૨૬:૯.