સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઈશ્વર પર કઈ રીતે પ્રેમ રાખી શકો?

તમે ઈશ્વર પર કઈ રીતે પ્રેમ રાખી શકો?

પાઠ ૧૬

તમે ઈશ્વર પર કઈ રીતે પ્રેમ રાખી શકો?

ઈશ્વરની સાથોસાથ ચાલવા માટે તમારે શું કરવું જોઈએ? વિચાર કરો કે બાઇબલ શું કહે છે:

પ્રાર્થના કરો. દિવસમાં અનેક વાર યહોવાને પ્રાર્થનામાં તમારા દિલની વાતો જણાવો.—રોમનો ૧૨:૧૨.

દરરોજ બાઇબલ વાંચો. ભલે તમારી ઉંમર ગમે એ હોય, બાઇબલ તમારા જીવનને સુધારી શકે છે.—૨ તીમોથી ૩:૧૬.

યહોવાની ખુશખબરી ફેલાવો. ઈસુએ કહ્યું કે આપણે સર્વ લોકોને યહોવા વિશે શીખવવું જોઈએ.—માથ્થી ૨૮:૧૯, ૨૦.

યહોવાના ભક્તો સાથે દોસ્તી બાંધો. બાઇબલ કહે છે: ‘તું જ્ઞાની લોકોની સંગત રાખશે તો તું જ્ઞાની થશે.’—નીતિવચનો ૧૩:૨૦.

સાક્ષીઓના મંડળમાં જઈને યહોવાને ભજો. ત્યાં તમે બીજા ભક્તોની સાથે સુંદર સત્ય શીખી શકો છો અને યહોવાને ભજી શકો છો.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

યહોવાની ભક્તિને બધી રીતે ટેકો આપો. દરેકે પોતાના મનમાં નક્કી કર્યા પ્રમાણે દાન આપવું. દાન આપનાર જેટલું આપવા માંગતો હોય તેના કરતાં તે વધારે આપે એવી બળજબરી કરવી નહિ. કેમ કે જેઓ ખુશીથી આપે છે, તેઓને ઈશ્વર ચાહે છે.—૨ કોરીંથી ૯:૭.

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

યહોવાના સાક્ષીઓની ધર્મ સભા