સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાપ ન કરો પણ ઈશ્વરને પ્રેમ કરો

પાપ ન કરો પણ ઈશ્વરને પ્રેમ કરો

પાઠ ૧૪

પાપ ન કરો પણ ઈશ્વરને પ્રેમ કરો

શેતાન આપણને પાપ કરવા લલચાવે છે. પરંતુ ઈશ્વર ચાહે છે કે આપણે પાપ ન કરીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તો પછી, કઈ બાબતો ઈશ્વરની નજરમાં પાપ છે?

ગંદું જીવન. ગંદા વિચારો, તેમ જ લગ્‍ન પહેલાં કે પછી બીજા કોઈ સાથે વ્યભિચાર કરવો એ ઈશ્વરની નજરમાં પાપ છે.—નિર્ગમન ૨૦:૧૪; ૧ કોરીંથી ૬:૧૮.

દારૂડિયાપણું. એ ઈશ્વરને જરાય નથી ગમતું.—૧ કોરીંથી ૬:૧૦.

ગર્ભપાત અને ખૂન. “તું ખૂન ન કર.”—નિર્ગમન ૨૦:૧૩.

ચોરી. “તું ચોરી ન કર.”—નિર્ગમન ૨૦:૧૫.

જૂઠું ન બોલવું.નીતિવચનો ૬:૧૭.

વાત વાતમાં ગુસ્સે ન થવું અને મારામારી ન કરવી.ગીતશાસ્ત્ર ૧૧:૫; ગલાતી ૫:૧૯, ૨૦.

જુગાર કે લોટરી ન રમવું. બાઇબલ કહે છે કે, પૈસા પાછળ પાગલ હોય એવા કોઈ લોભિયા સાથે બેસીને ખાવું પણ ન જોઈએ.—૧ કોરીંથી ૫:૧૧.

નાત-જાતનો ભેદભાવ ન રાખવો. બાઇબલ કહે છે, તમારા દુશ્મનોને પણ પ્રેમ બતાવો. વળી જેઓ તમને દુઃખી કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો.—માથ્થી ૫:૪૩, ૪૪.

આવી કુટેવોથી દૂર રહેવામાં આપણું જ ભલું છે. શું તમે યહોવાના માર્ગને ચાહો છો? તો યહોવા અને તેમના ભક્તો તમને આવી કુટેવો છોડવા મદદ કરશે.—યશાયા ૪૮:૧૭; ફિલિપી ૪:૧૩; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.