સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભલા થાવ અને ભલું કરો

ભલા થાવ અને ભલું કરો

પાઠ ૧૫

ભલા થાવ અને ભલું કરો

યહોવા ભલા છે. (ગીતશાસ્ત્ર ૨૫:૮) તેથી, ઈશ્વરના પ્રિય બાળકો તરીકે તમારે તેમને પગલે ચાલવું જોઈએ. (એફેસી ૫:૧, ૨) પરંતુ, આપણે કઈ રીતે એમ કરી શકીએ? ચાલો આપણે જોઈએ:

બધાને મદદ કરો.ગલાતી ૬:૧૦.

ઈમાનદાર અને મહેનતુ બનો. બાઇબલ કહે છે કે, તમે જે કંઈ કરો એ ઈમાનદારીથી અને આનંદથી કરો.—એફેસી ૪:૨૮.

શુદ્ધ જીવન જીવો. તમારું ઘર સાફ રાખો અને તમે પોતે તન-મનની ચોખ્ખાઈ રાખો.—૨ કોરીંથી ૭:૧.

કુટુંબમાં એકબીજાનું માન રાખો. બાઇબલ કહે છે, દરેક પતિને, પોતાની પત્ની ખૂબ જ વહાલી હોવી જોઈએ અને પતિએ તેને બધી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. બાળકોએ મમ્મી-પપ્પાનું માનવું જોઈએ.—એફેસી ૫:૩૩–૬:૧.

એકબીજા સાથે પ્યારથી વર્તો. કેમ કે બાઇબલ કહે છે, યહોવા પ્યારના સાગર છે.—૧ યોહાન ૪:૭.

સચ્ચાઈના રસ્તે ચાલો અને દેશના નિયમો પાળો. તમારો કર કે ટેક્સ બરાબર ચૂકવો.—રોમનો ૧૩:૧, ૭.