સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા વિશે વધુ શીખો

યહોવા વિશે વધુ શીખો

પાઠ ૪

યહોવા વિશે વધુ શીખો

શા માટે બાઇબલમાંથી શીખવું જોઈએ? એ બીજા કોઈ પણ શાસ્ત્ર કરતાં અલગ છે. બાઇબલમાં બધા જ વિચારો ઈશ્વરના છે. એ નાના મોટા દરેક જાતિના લોકો માટે છે. એ સત્ય છે, કેમ કે યહોવાના મુખમાંથી હંમેશાં સત્ય જ વહે છે.—યોહાન ૧૭:૧૭; હિબ્રૂ ૬:૧૮.

બાઇબલ જીવનનો દીપ છે. એ જણાવે છે કે યહોવા આપણા માટે શું કરે છે. કોઈ પણ દુઃખમાંથી રસ્તો શોધવા બાઇબલ તમને મદદ કરશે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બાઇબલ જણાવે છે કે યહોવા આખી ધરતીને સુંદર બનાવી દેશે. એમાં તમે પોતે સુખ-શાંતિમાં સદા રહી શકશો.

યહોવાના ભક્તો તમને પ્યારથી શીખવશે. એના માટે તેઓ કદીયે પૈસા નહીં માંગે. (માથ્થી ૧૦:૮) તમે તેઓની સાથે જઈને યહોવાને ભજો. એમ કરવાથી તમને પણ ઈશ્વરની કૃપા મળશે.

યહોવા એક જ પરમેશ્વર છે. પૃથ્વી, સૂરજ, ચાંદ અને તારા યહોવાએ ઘડયા છે. (ઉત્પત્તિ ૧:૧) દાખલા તરીકે, સૂરજ આખા જગતને તાપ અને અજવાળું આપે છે. અરે, એ તો આગનો ધગધગતો ગોળો છે. એને ઘડવાની શક્તિ યહોવા સિવાય બીજા કોના હાથમાં હોય શકે?

યહોવાએ આપણો વિચાર કર્યો છે. તેમણે આપણને ભાવે એવા નાનાં-મોટાં, ખાટાં- મીઠાં, જુદા જુદા રંગનાં ફળો આપ્યાં છે. આપણા માટે આટલું ધ્યાન બીજું કોણ રાખશે?—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.