સ્કીપ ટુ કન્ટેન્ટ

સાચો માર્ગ કયો છે?

સાચો માર્ગ કયો છે?

જીવનમાં ઘણી વાર આપણે ભાંગી પ્ડીએ છીએ. મૂંઝવણમાં પડીએ છીએ અને એવું લાગે કે આપણા જીવનમાં ઘોર ધકાર છવાઈ ગયો છે. આપણને એમ થાય કે:

  • શું ઈશ્વર મને ભૂલી ગયો છે?

  • બધા એકબીજા સાથે શાંતિથી રહી શકશે?

  • મરણ પછીશું થાય છે?

  • જેઓ ગુજરી ગયા છે તેઓ પાછા જીવતા થઈ શ્કે?

  • શું ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે?

  • આપણું સુખ શેમાં છે?

આ સવાલોના જવાબ મેળવવા લોકો શું નથી કરતા? કોઈ માનતા રાખશે તો કોઈ ઉપવાસ. કોઈ ગુરુઓમાં માનશે તો કોઈ જ્યોતિષમાં. એમાંય કોઈ આમ કહેશે તો કોઈ તેમ. કોઈ તો પોતે જ શાસ્ત્રોના શાસ્ત્ર વાંચશે. અરે દુનિયા આખી ફરી વ્ળે તોય એ સવાલો તો આખરે સવાલો જ રહે છે. જો એવામાં કોઈ કહે કે એના જવાબોતમને ઘરબેઠા મળી શ્કે તો, કેવું લાગે?

તમે કદાચ નહિ માનો પણ એ શક્ય છે. એક અનોખું શાસ્ત્ર છે. એ જગવિખ્યાત છે. ભારતની તો શું દુનિયાની હજારો ભાષાઓમાં છપાયું છે. આપણને કદાચ પારકું લાગે પણ પારકું નથી. એ બાઇબલ છે. તમે કદાચ ગુજરાતીમાં જોયું પણ નહિ હોય. પણ ગુજરાતીમાંય છે. એ ઈશ્વરની વાણી છે. (યોહાન ૧૭:૧૭) ચાલો હવે આપણે બાઇબલમાંથી એ સવાલોના જવાબ જોઈએ.

શું ઈશ્વર મને ભૂલી ગયો છે?

આ સવાલ કેમ ઊભો થાય છે? ઘણાના જીવનમાં એક પછી એક દુઃખ આવ્યા જ કરે છે. જાણે દુઃખના પહાડ નીચે દબાઈ ગયા હોય એવું લાગે. એનાથી જીવન કઠોર થઈ જાય છે. જીવવું ઝેર થઈ જાય છે. એવી ઘડીએ આપણને એમ લાગે કે જેનો જિંદગીભર સ્હારો લીધો’તો એ ઈશ્વર પણ મને ભૂલી ગયો છે. ઘણાને તો એવું લાગે કે ખુદ ઈશ્વરે જ કર્મના ચક્રમાં આપણને ફસાવ્યા છે.

બાઇબલમાં શું લખ્યું છે: ઈશ્વર કદીયે કોઈને ભૂલી નથી જતો, કોઈને દુઃખ નથી દેતો કે કર્મ જેવા ચક્રમાં પણ નથી ફસાવતો. ‘ઈશ્વર કદીયે કોઈને અન્યાય’ કરતો નથી. (અયૂબ ૩૪:૧૦) ઘણા લોકો પ્રાર્થના કરે છે કે આ ધરતીનાં દુઃખ ભગવાન દૂર કરે. એ કરશે જ. ખુદ ઈશ્વરે વચન આપ્યું છે કે તે આ ધરતી પર સુખ લાવશે. (માત્થી ૬:૯, ૧૦) સાચો પ્રેમ, સાચો ન્યાય, સાચી દયા, સાચી માફી તો ફક્ત ઈશ્વરમાં જ છે.—યોહાન ૩:૧૬.

ઉત્પત્તિ ૧:૨૬-૨૮; યાકૂબ ૧:૧૩ અને ૧ પીતર ૫:૬, ૭ પણ જુઓ.

બધા એકબીજા સાથે શાંતિથી રહી શ્કશે?

આ સવાલ કેમ ઊભો થાય છે? ઘરેઘર, ગામેગામ, દેશેદેશ ને દુનિયામાં તમે જુઓ તો ક્યાંય કરતા ક્યાંય શાંતિ નથી. ક્યારે ક્યાં બૉમબ ધડાકા થશે કોને ખબર. જ્વાળામુખીની જેમ ક્યારે ક્યાં યુદ્ધ ફાટી નીકળશે કોને ખબર. વગર મોતે કોણ ક્યારે માર્યા જશે કોને ખબર. આમ ને આમ થથરીને, ડરીને જીવવું કંઈ જીવવું કહેવાય?

બાઇબલમાં શું લખ્યું છે: પરમેશ્વરે વચન આપ્યું છે કે ઘરેઘર શાંતિ હશે. ગામેગામ શાંતિ હશે, દુનિયાને ખૂણે ખૂણે શાંતિ હશે. કોઈ એકબીજા સામે તલવાર નહિ ચલાવે કે કદી યુદ્ધની તાલીમ નહીં લે. (યશાયાહ ૨:૪) પરમેશ્વરનું વચન છે કે, ‘તે આપણાં એકોએક આંસુ લૂછી નાંખશે. મરણ, શોક, રૂદન અને દુઃખનો ત લાવશે. આ બધીય બાબતો વીતી ગયેલી કાલ જ હશે.’ ઈશ્વર સુખના દિવસો, સાચા સુખના દિવસો લાવશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; ૪૬:૯ અને મીખાહ ૪:૧-૪ પણ જુઓ.

મરણ પછીશું થાય છે?

આ સવાલ કેમ ઊભો થાય છે? ઘણાનું માનવું છે કે આપણામાં આત્મા છે અને ભલે આપણે મરી જઈએ પણ આત્મા તો અમર રહે છે. ઘણા એવું માને છે કે મરી ગયેલા લોકોનો આત્મા આપણને નડે છે. બીજા તો એવું પણ માને છે કે પાપી લોકો મરી જાય તો નર્કમાં જાય છે.

બાઇબલમાં શું લખ્યું છે: આપણામાં આત્મા જેવું કંઈ નથી. નર્ક જેવી કોઈ જગયા નથી. બાઇબલ સીધેસીધું અને સાદી રીતે જણાવે છે કે માણસ મરી જાય એટલે મરી જાય. ખલાસ. ગુજરી ગયેલા આપણને કંઈ નુકસાન કરી શકતા નથી. તેઓમાં આતમા જેવું કંઈ નથી.—સભાશિક્ષક ૯:૫; ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪.

ઉત્પત્તિ ૩:૧૯ અને સભાશિક્ષક ૯:૬, ૧૦ પણ જુઓ.

જેઓ ગુજરી ગયા છે તેઓ પાછા જીવતા થઈ શ્કે?

આ સવાલ કેમ ઊભો થાય છે? ઓચિંતા આપણા કુટુંબમાં કોઈ મોત્ને હવાલે થઈ જાય તો એ દુઃખ કોને કહેવું? બસ પછી તો આપણે તેમની યાદને સહારે સહારે જ જીવીએ છીએ.

બાઇબલમાં શું લખ્યું છે: એવો વખત આવશે કે જે લોકો ગુજરી ગયા છે તેઓને પરમેશ્વર જીવતા કરશે. ‘જે કોઈ કબરમાં છે, જે કોઈ ધૂળભેગા થઈ ગયા છે, જે કોઈ મોતનાં મોંમાં ચાલ્યા ગયા છે તેઓને પરમેશ્વર જીવતા કરશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) પરમેશ્વરનું વચન છે કે આ ધરતી સુંદર થશે અને તેઓ પાછા સુખ-શાંતિથી જીવશે. (લુક ૨૩:૪૩) જે કોઈ પરમેશ્વરને માર્ગે ચાલશે તેઓ આ ધરતી પર કાયમ રહેશે. અમર રહેશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

અયૂબ ૧૪:૧૪, ૧૫; લુક ૭:૧૧-૧૭ અને પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ પણ જુઓ.

શું ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે?

આ સવાલ કેમ ઊભો થાય છે? દુનિયામાં ઘણા લોકો પ્રાર્થના કરે છે. રોજેરોજ ઘણી પ્રાર્થના કરે છે. પણ ખબર નથી કે ઉપરવાળો સાંભળે છે કે નહિ.

બાઇબલમાં શું લખ્યું છે: આપણે એકની એક પ્રાર્થના મંત્રની જેમ રટવાની જરૂર નથી. (માત્થી ૬:૭) આપણે દિલથી પ્રાર્થના કરીએ. આપણે જ્યારે સાચા પરમેશ્વરના માર્ગે ચાલતા શીખીએ ત્યારે તે આપણી પ્રાર્થના સાંભળે છે. પરમેશ્વર તો આપણી રાહ જોતો હોય છે, વાટ જોતો હોય છે કે આપણે ક્યારે તેમને પોકારીએ. ‘તે આપ્ણી બધી જ પ્રાર્થના સાંભળશે જ.’—૧ યોહાન ૫:૧૪.

ગીતશાસ્ત્ર ૬૫:૨; યોહાન ૧૪:૬, ૧૪ અને ૧ યોહાન ૩:૨૨ પણ જુઓ.

આપણું સુખ શેમાં છે?

આ સવાલ કેમ ઊભો થાય છે? આજે તો બધાયને મન એમ કે પૈસા હોય, માન-મોભો હોય તો સુખ. દુનિયા જુઓ તો બસ પૈસા પાછળ ઘેલી થઈ ગઈ છે. પણ પૈસો નથી આપતો સુખ કે નથી આપતો શાંતિ.

બાઇબલમાં શું લખ્યું છે: જેઓને પૈસાની નહિ પણ પરમેશ્વરને ઓળખવાની ભૂખ હોય, એની ભક્તિની તરસ હોય એને કહેવાય સાચું સુખ. (માત્થી ૫:૬) એ ભૂખ તો બાઇબલ જ મટાડે છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરને શું ગમે છે, શું નથી ગમતું. એ પણ જણાવે છે કે માણસના ભલા માટે તે શું કરશે. બાઇબલમાંથી જે શીખીએ, એ પ્રમાણે ચાલીએ, એ પ્રમાણે જીવીએ તો સુખની શોધ ક્યાંય નહિ કરવી પડે.—લુક ૧૧:૨૮.

નીતિવચનો ૩:૫, ૬, ૧૩-૧૮ અને ૧ તીમોથી ૬:૯, ૧૦ પણ જુઓ.

આ તો આપણે છ જ સવાલોના જવાબ જોયા. બાઇબલ એવા તો ઘણા સવાલના જવાબ આપે છે. જેમ કે, પરમેશ્વર સાચે જ બધાયને પ્રેમ કરતો હોય તો આટલું બધું દુઃખ, આટલું બધું પાપ શા માટે? આ હળહળતા કળિયુગમાં પણ ત્મારું કુટુંબ સુખ-શાંતિથી કઈ રીતે રહી શ્કે? એના જવાબતમને બાઇબલમાંથી જ મ્ળી જશે.

તમને કદાચ એમ થાય કે બાઇબલ તો મેં કદીયે જોયું નથી, વાંચયું નથી અને મને વાંચવાની ફુરસદ મળશે કે શું? તમે જરાય મૂંઝાતા નહિ. બાઇબલ વાંચ્વું અને સમજવું જરાય અઘરું નથી. અમેતમને બે રીતે બાઇબલ સમજવા મદદ કરીશું.

પવિત્ર બાઇબલ શું શીખવે છે? નામે એક ચોપડી છે. એ ચોપડી આસાનીથી આપણને જણાવે છે કે બાઇબલ શું છે અને શું શું શીખવે છે. બીજું, અમે ત્મારે ઘરે આવીનેતમને ફાવે ત્યારે બાઇબલ્ની ર્ચ્ચા કરી શ્કીએ. દુનિયાને ખૂણે ખૂણે લાખો લોકો આ રીતે બાઇબલમાંથી શીખે છે.

બાઇબલમાંથી શીખીએ છીએ ત્યારે આપણને બધીય ધ્શ્રદ્ધામાંથી છુટકારો મ્ળે છે. બાઇબલમાં લખયું છે કે, “ત્મે સ્ત્ય જાણ્શો અને સ્ત્યતમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૨.