સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪

પાઠ ૪

ઝરમર ઝરમર પડે વરસાદ

બહાર રમતા રોકે વરસાદ.

રીના રડતાં રડતાં કહે,

“હવે બંધ થા વરસાદ!”

જુઓ જુઓ આવી!

સૂરજની સવારી.

વરસાદ ગયો ખસી

રીના પડી હસી!

નાચતી કૂદતી દોડી બહાર રીનાએ કંઈક જોયું બહાર, જોયાં સુંદર ફૂલો બહાર આવી તેને મજા બહાર.

ખુશીથી રીના બોલી, “હવે મને ખબર પડી, મોકલે છે વરસાદ ઈશ્વર ખીલી ઊઠે ફૂલો સુંદર!”

આમ કરો:–

બાળકને વાંચી આપો:

પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૭

બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:

બારી પક્ષી રીના

ઝાડ ફૂલો

બૉલ વિમાન

બાળકને પૂછો:

યહોવા વરસાદ કેમ મોકલે છે?