માબાપ માટે સંદેશો
માબાપો, તમે તમારાં બાળકોને સૌથી સુંદર કઈ ભેટ આપશો? તેઓને પ્રેમ, માર્ગદર્શન અને રક્ષણ જેવી અનેક બાબતોની જરૂર છે. પરંતુ, તેઓને આપી શકો એવી સૌથી અમૂલ્ય ભેટ છે, યહોવા અને તેમણે આપેલા બાઇબલમાં રહેલું સત્યનું જ્ઞાન. (યોહાન ૧૭:૩) એવું જ્ઞાન તમારાં ભૂલકાંઓને નાની વયથી જ યહોવાને પ્રેમ કરવા અને દિલથી તેમની સેવા કરવા મદદ આપશે.—માથ્થી ૨૧:૧૬.
ઘણાં માબાપે અનુભવ્યું છે કે બાળકોને થોડી માહિતી વાર્તાઓના રૂપમાં કે રમતાં રમતાં શીખવવામાં આવે તો, તેઓને ખૂબ મજા આવે છે. એટલે, હું બાઇબલ શીખું પુસ્તિકા બહાર પાડતા અમને ખૂબ ખુશી થાય છે. દરેક પાઠ સાદી રીતે શીખવી શકાય, એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. એમાં આપેલાં ચિત્રો અને લખાણ ખાસ કરીને ત્રણ કે એથી નાની વયનાં બાળકો માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તમે એને કઈ રીતે વાપરી શકો એ પણ જણાવવામાં આવ્યું છે. હું બાઇબલ શીખું પુસ્તિકા કંઈ બાળકોનું રમકડું નથી. પણ એને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તમે બાળકો સાથે વાંચો અને વધારે વાતચીત કરો.
અમને ખાતરી છે કે આ પુસ્તિકા તમારાં બાળકોને “બાળપણથી” જ બાઇબલનું સત્ય શીખવવા ખૂબ મદદ કરશે.—૨ તીમોથી ૩:૧૪, ૧૫.
તમારા ભાઈઓ,
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ