બાઇબલ વિશે જાણકારી
બાઇબલમાં આપણા માટે ઈશ્વરનો સંદેશો છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરની કૃપા મેળવવા અને સુખી થવા આપણે શું કરવું જોઈએ. એ નીચેના સવાલોના જવાબ પણ આપે છે:
બાઇબલમાં કલમો કઈ રીતે શોધવી
બાઇબલમાં ૬૬ નાનાં પુસ્તકો છે. આખું બાઇબલ બે ભાગમાં વહેંચાયેલું છે: હિબ્રૂ-અરામિક શાસ્ત્રવચનો (“જૂનો કરાર”) અને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો (“નવો કરાર”). બાઇબલના દરેક પુસ્તકને અધ્યાયો અને કલમોમાં વહેંચી દેવામાં આવ્યું છે. જ્યારે શાસ્ત્રવચન ટાંકવામાં આવે, ત્યારે પુસ્તકના નામ પછીનો આંકડો અધ્યાયને રજૂ કરે છે અને એ પછીનો આંકડો કે આંકડાઓ કલમ કે કલમોને રજૂ કરે છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૧:૧ એટલે ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમ.