સવાલ ૧૮
ઈશ્વરને સારી રીતે ઓળખવા તમે શું કરી શકો?
“હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.”
“તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર અને તે તને ખરો માર્ગ બતાવશે.”
“હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને પણ ઓળખે.”
“હકીકતમાં, [ઈશ્વર] આપણામાંના કોઈથી દૂર નથી.”
“હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન અને પૂરી સમજણ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.”
“જો કોઈને ડહાપણની જરૂર હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું. તેને એ આપવામાં આવશે, કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.”
“તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારા હાથ શુદ્ધ કરો. ઓ બે મનવાળાઓ, તમે તમારાં હૃદયો શુદ્ધ કરો.”
“ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ અને તેમની આજ્ઞાઓ ભારે નથી.”