સવાલ ૨
તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?
“આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ. તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.”
“તેઓ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચતા, સારી રીતે સમજાવતા અને એનો અર્થ જણાવતા. આમ જે વાંચવામાં આવી રહ્યું હતું એ સમજવા તેઓએ લોકોને મદદ કરી.”
‘ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે અને રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે. તે દરેક કામમાં સફળ થશે.’
“ફિલિપ રથની સાથે દોડ્યો. તેણે જોયું કે પેલો અધિકારી યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યો છે. ફિલિપે પૂછ્યું: ‘તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?’ તેણે કહ્યું: ‘કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?’”
“ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે. એ સાબિતી આપે છે કે તેમની શક્તિનો કોઈ પાર નથી અને તે જ ઈશ્વર છે. હવે તેઓ પાસે ઈશ્વરમાં ન માનવાનું કોઈ બહાનું નથી.”
“આ વાતો પર વિચાર કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.”
‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ અને ભેગા મળવાનું છોડી ન દઈએ.’
“જો કોઈને ડહાપણની જરૂર હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું. તેને એ આપવામાં આવશે, કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.”