સવાલ ૧૨
ગુજરી ગયેલા લોકો માટે આપણને કઈ આશા છે?
“એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.”
“સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”
“મેં મરણ પામેલા લોકોને, નાના-મોટા લોકોને રાજ્યાસન આગળ ઊભેલા જોયા. વીંટાઓ ખોલવામાં આવ્યા. બીજો એક વીંટો ખોલવામાં આવ્યો, જે જીવનનો વીંટો હતો. વીંટાઓમાં જે લખ્યું હતું એના આધારે, એ મરણ પામેલા લોકોનાં કાર્યો મુજબ તેઓનો ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. મરણે અને કબરે પોતાનામાંથી મરેલાને પાછા આપ્યા. દરેકનો ન્યાય તેનાં કાર્યો પ્રમાણે કરવામાં આવ્યો.”