સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૧૬

તમે ચિંતાનો સામનો કઈ રીતે કરી શકો?

“તારો બોજો યહોવા પર નાખ, તે તને નિભાવી રાખશે. સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.”

ગીતશાસ્ત્ર ૫૫:⁠૨૨

“મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે, પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.”

નીતિવચનો ૨૧:૫

“તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું. તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું. હું તને હિંમત આપીશ, હા, તને મદદ કરીશ. હું સચ્ચાઈના મારા જમણા હાથથી તને પકડી રાખીશ.”

યશાયા ૪૧:⁠૧૦

“તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે પણ લંબાવી શકે છે?”

માથ્થી ૬:​૨૭

“એટલે તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.”

માથ્થી ૬:​૩૪

“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.”

ફિલિપીઓ ૧:​૧૦

“કશાની ચિંતા ન કરો, પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો. જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ, જે આપણી સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયનું અને મનનું રક્ષણ કરશે.”

ફિલિપીઓ ૪:​૬, ૭