સવાલ ૭
બાઇબલમાં આપણા દિવસો વિશે અગાઉથી શું જણાવ્યું છે?
‘એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. આ બધું તો દુઃખોની શરૂઆત જ છે.’
“ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણાને ખોટા માર્ગે દોરશે. દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.”
“તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.”
“મોટા મોટા ધરતીકંપો થશે, એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે અને રોગચાળો ફેલાશે. ડરાવી નાખતા બનાવો બનશે અને આકાશમાંથી મોટી મોટી નિશાનીઓ થશે.”
“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.”