સવાલ ૧૧
મરણ પછી માણસનું શું થાય છે?
“માણસનો શ્વાસ બંધ થઈ જાય છે અને તે પાછો ભૂમિમાં મળી જાય છે; એ જ દિવસે તેના વિચારો નાશ પામે છે.”
‘જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે, પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી. જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.’
“[ઈસુએ] કહ્યું: ‘લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે, તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.’ ઈસુ તેના મરણની વાત કરતા હતા. પણ તેઓને લાગ્યું કે ઈસુ તેના ઊંઘવા વિશે, આરામ કરવા વિશે વાત કરે છે. એટલે ઈસુએ તેઓને સીધેસીધું કહ્યું: ‘લાજરસનું મરણ થયું છે.’”