સવાલ ૬
બાઇબલમાં ઈસુ મસીહ વિશે અગાઉથી શું જણાવ્યું છે?
ભવિષ્યવાણી
‘હે બેથલેહેમ એફ્રાથાહ, હું તારામાંથી એક રાજા ઊભો કરીશ, જે મારા વતી ઇઝરાયેલ પર રાજ કરશે.’
પૂરી થઈ
“હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો હતો. એ પછી પૂર્વથી જ્યોતિષીઓ યરૂશાલેમ આવ્યા.”
ભવિષ્યવાણી
“તેઓ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લે છે. તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખે છે.”
પૂરી થઈ
‘સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલાથી જડી દીધા પછી તેમનાં કપડાં લઈ લીધાં. તેઓએ એના ચાર ભાગ કર્યા. અંદરનો ઝભ્ભો કોઈ સાંધા વગરનો હતો, એ ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો. તેઓએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.” ’
ભવિષ્યવાણી
“તે તેનાં બધાં હાડકાં સલામત રાખે છે, એમાંનું એકેય ભાંગવામાં આવ્યું નથી.”
પૂરી થઈ
“સૈનિકો ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને મરેલા જોયા. એટલે તેઓએ તેમના પગ ભાંગ્યા નહિ.”
ભવિષ્યવાણી
“આપણા ગુનાને લીધે તેને વીંધવામાં આવ્યો.”
પૂરી થઈ
“એક સૈનિકે ઈસુના પડખામાં ભાલો ઘોંચ્યો કે તરત લોહી અને પાણી નીકળ્યાં.”
ભવિષ્યવાણી
“તેઓએ મજૂરી તરીકે મને ચાંદીના ૩૦ ટુકડા ચૂકવી આપ્યા.”
પૂરી થઈ
“પછી બારમાંનો એક જે યહૂદા ઇસ્કારિયોત કહેવાતો હતો, તે મુખ્ય યાજકો પાસે ગયો. તેણે કહ્યું: ‘હું તેમને દગો દઈને તમારા હાથમાં સોંપી દઉં તો મને શું આપશો?’ તેઓએ તેને ચાંદીના ૩૦ સિક્કા આપવાનું નક્કી કર્યું.”