સવાલ ૧૫
તમે કઈ રીતે સુખી થઈ શકો?
“નફરત હોય ત્યાં પકવાન ખાવા કરતાં, પ્રેમ હોય ત્યાં સાદું ભોજન ખાવું વધારે સારું.”
“હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ માટે શીખવું છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.”
“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.”
“તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”
“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”
“સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”
“ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”
“તેથી, જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”
“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”