અયૂબ ૨૫:૧-૬

  • બિલ્દાદનું ત્રીજું ભાષણ (૧-૬)

    • ‘ઈશ્વરની સામે માણસ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?’ ()

    • દાવો કરે છે કે માણસની પ્રમાણિકતા નકામી છે (૫, ૬)

૨૫  બિલ્દાદ+ શૂહીએ જવાબ આપ્યો:  ૨  “સત્તા અને મહા પરાક્રમ ઈશ્વરના છે;તે સ્વર્ગમાં શાંતિ સ્થાપે છે.  ૩  શું તેમનાં સૈન્યોને કોઈ ગણી શકે? એવું કોણ છે જેના પર તેમનો પ્રકાશ પડતો નથી?  ૪  તો ઈશ્વરની સામે માણસ કઈ રીતે ન્યાયી સાબિત થઈ શકે?+ સ્ત્રીથી જન્મેલો માનવી કઈ રીતે નિર્દોષ* ઠરી શકે?+  ૫  તેમની નજરમાં તો ચંદ્ર પણ તેજસ્વી નથી,અરે, તારાઓ પણ નિર્મળ નથી.  ૬  તો મામૂલી માણસની શી વિસાત? તે તો એક ઇયળ જેવો છે, હા, એક કીડા સમાન છે!”

ફૂટનોટ

અથવા, “પવિત્ર.”