આમોસ ૬:૧-૧૪

  • પોતાના પર વધુ પડતો ભરોસો રાખનારાઓને અફસોસ! (૧-૧૪)

    • હાથીદાંતના પલંગો; દ્રાક્ષદારૂના પ્યાલાઓ (, )

 “હે સિયોનમાં એશઆરામથી રહેનારાઓ,* સમરૂનના પર્વત પર સલામતીથી રહેનારાઓ,+ તમને અફસોસ! તમે મુખ્ય પ્રજાઓના જાણીતા માણસો છો,અને ઇઝરાયેલનું ઘર તમારા પર આધાર રાખે છે.  ૨  કાલ્નેહ શહેર જાઓ અને જુઓ. ત્યાંથી મોટા શહેર હમાથ જાઓ+અને પલિસ્તીઓના શહેર ગાથ જાઓ. શું તેઓ આ રાજ્યો* કરતાં વધારે સારાં છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારા કરતાં વધારે મોટો છે?  ૩  શું તમે આફતના દિવસને મનમાંથી કાઢી નાખ્યો છે?+ શું તમે એવું ચાહો છો કે હિંસા તમારા પર રાજ કરે?+  ૪  તમે હાથીદાંતના+ પલંગો પર આળોટો છો અને બિછાના પર ફેલાઈને+ઘેટાનાં બચ્ચાંનું અને તાજાં-માજાં વાછરડાંનું માંસ ખાઓ છો.+  ૫  તમે વીણાના* સૂર પર ગીતો રચો છો+અને દાઉદની જેમ નવાં નવાં વાજિંત્રો બનાવો છો.+  ૬  તમે મોટા મોટા પ્યાલામાં દ્રાક્ષદારૂ પીઓ છો+અને ઉત્તમ તેલથી પોતાનો અભિષેક* કરો છો. પણ યૂસફના લોકોની બરબાદીની તમને કંઈ પડી નથી.*+  ૭  એટલે સૌથી પહેલા તમે ગુલામીમાં જશો,+તમારી બેફામ મિજબાનીઓનો અને એશઆરામનો અંત આવશે.  ૮  સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,‘વિશ્વના માલિક યહોવાએ પોતાના સમ ખાઈને કહ્યું છે,+“હું યાકૂબના ગર્વને ધિક્કારું છું,+હું તેના કિલ્લાઓને નફરત કરું છું.+ હું તેના શહેરને અને એમાં જે કંઈ છે એ બધું દુશ્મનના હાથમાં સોંપી દઈશ.+ ૯  “‘“જો એક ઘરમાં દસ માણસો બચ્યા હશે, તો તેઓ પણ માર્યા જશે. ૧૦  તેઓનો સગો* આવશે અને તેઓની લાશોને એક પછી એક બહાર કાઢશે અને બાળશે. તે લાશોને* ઘરમાંથી બહાર લઈ જશે, પછી ઘરની અંદરની ઓરડીમાં જે કોઈ હશે તેને પૂછશે, ‘શું તારી સાથે બીજું કોઈ છે?’ તે કહેશે, ‘ના, કોઈ નથી.’ પછી તે સગો કહેશે, ‘ચૂપ રહે! યહોવાનું નામ લેવાનો આ સમય નથી.’” ૧૧  કેમ કે યહોવા આજ્ઞા આપશે ત્યારે,+મોટાં મોટાં ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશેઅને નાનાં નાનાં ઘરોને કાટમાળમાં ફેરવી દેવામાં આવશે.+ ૧૨  શું ઘોડાઓ ખડક પર દોડે? શું ત્યાં કોઈ બળદથી* ખેતી કરે? તમે ન્યાયને ઝેરી છોડ જેવો બનાવી દીધો છે,અને નેકીના* ફળને કડવા છોડ* જેવું બનાવી દીધું છે.+ ૧૩  તમે નકામી વસ્તુઓથી ખુશ થાઓ છો,તમે કહો છો, “શું અમે અમારી તાકાતથી બળવાન નથી થયા?”*+ ૧૪  હે ઇઝરાયેલના લોકો, હું તમારી સામે એક પ્રજા ઊભી કરીશ,+તેઓ લીબો-હમાથથી*+ લઈને અરાબાહના વહેળા* સુધી તમારા પર જુલમ ગુજારશે,’ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”

ફૂટનોટ

અથવા, “પોતાના પર વધુ પડતો ભરોસો રાખનારાઓ.”
દેખીતું છે, એ ઇઝરાયેલ અને યહૂદાનાં રાજ્યોને બતાવે છે.
અથવા, “તારવાળા વાજિંત્રના.”
મૂળ, “બરબાદીથી તમે બીમાર પડ્યા નહિ.”
મૂળ, “તેઓના કાકા.”
મૂળ, “હાડકાંને.”
મૂળ, “આખલાથી.”
અથવા, “ન્યાયીપણાના.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “તાકાતથી શિંગડાં નથી મેળવ્યાં?”
અથવા, “હમાથના પ્રવેશદ્વારથી.”