ઉત્પત્તિ ૧૦:૧-૩૨

  • પ્રજાઓની યાદી (૧-૩૨)

    • યાફેથના વંશજો (૨-૫)

    • હામના વંશજો (૬-૨૦)

      • નિમ્રોદ યહોવાનો વિરોધ કરે છે (૮-૧૨)

    • શેમના વંશજો (૨૧-૩૧)

૧૦  નૂહના દીકરાઓ શેમ,+ હામ અને યાફેથની વંશાવળી આ છે: પૂર પછી તેઓને દીકરાઓ થયા.+ ૨  યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા. ૩  ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ,+ રીફાથ અને તોગાર્માહ+ હતા. ૪  યાવાનના દીકરાઓ અલીશાહ,+ તાર્શીશ,+ કિત્તીમ+ અને દોદાનીમ હતા. ૫  તેઓ ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા. ૬  હામના દીકરાઓ કૂશ, મિસરાઈમ,+ પૂટ+ અને કનાન+ હતા. ૭  કૂશના દીકરાઓ સેબા,+ હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ+ અને સાબ્તેકા હતા. રાઅમાહના દીકરાઓ શેબા અને દદાન હતા. ૮  કૂશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પહેલો બળવાન લડવૈયો બન્યો. ૯  તે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી* બન્યો. એટલે જ કહેવત પડી છે, “આ તો નિમ્રોદ જેવો છે, જે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી હતો.” ૧૦  નિમ્રોદના રાજ્યનાં પ્રથમ શહેરો બાબિલ,+ એરેખ,+ આક્કાદ અને કાલ્નેહ હતાં, જે શિનઆર દેશમાં+ હતાં. ૧૧  ત્યાંથી નિમ્રોદ આશ્શૂર+ ગયો અને ત્યાં તેણે નિનવેહ,+ રેહોબોથ-ઈર, કાલાહ ૧૨  અને રેસેન શહેરો બાંધ્યાં. રેસેન તો નિનવેહ અને કાલાહ વચ્ચે છે અને એ મોટું શહેર* છે. ૧૩  મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૪  પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા. ૧૫  કનાનનો પ્રથમ જન્મેલો દીકરો સિદોન+ હતો. એ પછી તેને હેથ,+ ૧૬  યબૂસી,+ અમોરી,+ ગિર્ગાશી, ૧૭  હિવ્વી,+ આર્કી, સીની, ૧૮  આર્વાદી,+ સમારી અને હમાથી+ થયા. પછી કનાનીઓનાં કુટુંબો જુદા જુદા વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યાં. ૧૯  કનાનીઓની હદ સિદોનથી લઈને ગાઝા+ નજીક ગેરાર+ સુધી અને લાશા નજીક સદોમ, ગમોરાહ,+ આદમાહ અને સબોઇમ+ સુધી હતી. ૨૦  તેઓ હામના દીકરાઓ હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા. ૨૧  શેમને પણ દીકરાઓ થયા. તે એબેરના+ બધા દીકરાઓનો પૂર્વજ હતો. શેમનો સૌથી મોટો ભાઈ યાફેથ હતો.* ૨૨  શેમના દીકરાઓ એલામ,+ આશુર,+ આર્પાકશાદ,+ લૂદ અને અરામ+ હતા. ૨૩  અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા. ૨૪  આર્પાકશાદથી શેલાહ+ થયો અને શેલાહથી એબેર થયો. ૨૫  એબેરને બે દીકરાઓ થયા. એકનું નામ પેલેગ*+ હતું, કેમ કે તેના સમયમાં પૃથ્વીની વસ્તીના ભાગલા* થયા. તેના ભાઈનું નામ યોકટાન+ હતું. ૨૬  યોકટાનથી આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,+ ૨૭  હદોરામ, ઉઝાલ, દિકલાહ, ૨૮  ઓબાલ, અબીમાએલ, શેબા, ૨૯  ઓફીર,+ હવીલાહ અને યોબાબ થયા. તેઓ યોકટાનના દીકરાઓ હતા. ૩૦  તેઓ રહેતા હતા એ વિસ્તાર મેશાથી લઈને સફાર સુધી હતો, જે પૂર્વના પહાડી વિસ્તારમાં હતો. ૩૧  તેઓ શેમના દીકરાઓ હતા. તેઓ પોતપોતાની ભાષા, કુટુંબ અને જાતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા.+ ૩૨  એ બધાં નૂહના દીકરાઓનાં કુટુંબો અને તેઓમાંથી આવેલી પ્રજાઓ છે. પૂર પછી એ બધી પ્રજાઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ.+

ફૂટનોટ

અથવા, “યોદ્ધો.”
કદાચ એ નિનવેહ અને બીજાં ત્રણ શહેરોને રજૂ કરે છે.
અથવા કદાચ, “શેમ યાફેથનો મોટો ભાઈ હતો.”
અર્થ, “ભાગલા.”
મૂળ, “પૃથ્વીના ભાગલા.”