ગણના ૨૯:૧-૪૦

  • અલગ અલગ અર્પણો ચઢાવવાની રીત (૧-૪૦)

    • રણશિંગડું વગાડવાનો દિવસ (૧-૬)

    • પ્રાયશ્ચિત્તનો દિવસ (૭-૧૧)

    • માંડવાનો તહેવાર (૧૨-૩૮)

૨૯  “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+ ૨  અગ્‍નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ* થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય. ૩  એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર* ૪  અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.* ૫  તેમ જ, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. ૬  માસિક અગ્‍નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ+ ઉપરાંત એ ચઢાવો. અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે એ ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે. ૭  “‘સાતમા મહિનાના દસમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો.* એ દિવસે તમે કોઈ કામ ન કરો.+ ૮  અગ્‍નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૯  એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૧૦  અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૧  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. પ્રાયશ્ચિત્ત માટેનું પાપ-અર્પણ+ તથા નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો. ૧૨  “‘સાતમા મહિનાના ૧૫મા દિવસે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો અને સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ ૧૩  અગ્‍નિ-અર્પણ તરીકે+ તમે ૧૩ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૧૪  એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, દરેક નર ઘેટા માટે બે ઓમેર ૧૫  અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૬  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૧૭  “‘તહેવારના બીજા દિવસે ૧૨ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૧૮  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૧૯  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૨૦  “‘ત્રીજા દિવસે ૧૧ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૧  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૨  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૨૩  “‘ચોથા દિવસે ૧૦ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૪  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૫  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૨૬  “‘પાંચમા દિવસે ૯ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૭  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૮  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૨૯  “‘છઠ્ઠા દિવસે ૮ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૦  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૧  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૩૨  “‘સાતમા દિવસે ૭ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૩  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૪  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૩૫  “‘આઠમા દિવસે તમે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+ ૩૬  અગ્‍નિ-અર્પણ તરીકે તમે એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૩૭  આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૮  એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+ ૩૯  “‘તમે તહેવારો ઊજવો ત્યારે+ એ બધાં અર્પણો યહોવાને ચઢાવો. માનતા-અર્પણો*+ અને સ્વેચ્છા-અર્પણો+ તરીકે તમે જે અગ્‍નિ-અર્પણો,+ અનાજ-અર્પણો,+ દ્રાક્ષદારૂ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો છો, એ ઉપરાંત તમે એ અર્પણો ચઢાવો.’” ૪૦  યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ બધી મૂસાએ ઇઝરાયેલીઓને જણાવી.

ફૂટનોટ

એટલે કે, મજૂરીનું કામ કે વેપાર-ધંધાનું કામ ન કરી શકાતું, પણ રાંધવાનું અને તહેવારની તૈયારી જેવાં રોજિંદાં કામો કરી શકાતાં.
મૂળ, “શાંત.”
અથવા, “એક એફાહનો ત્રીસ ટકા ભાગ.” એટલે કે, ૬.૬ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો વીસ ટકા ભાગ.” એટલે કે, ૪.૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “એક એફાહનો દસ ટકા ભાગ.” એટલે કે, ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
સામાન્ય રીતે, “દુઃખ વ્યક્ત કરવામાં” પોતાને ઘણી વસ્તુઓથી દૂર રાખવાનો અને ઉપવાસ કરવાનો સમાવેશ થાય છે.