ગણના ૩૩:૧-૫૬

  • વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓની ક્રમ પ્રમાણે છાવણી (૧-૪૯)

  • કનાન જીતવા વિશે સૂચનો (૫૦-૫૬)

૩૩  મૂસા અને હારુનના માર્ગદર્શન હેઠળ+ ઇઝરાયેલીઓ પોતપોતાની ટુકડી* પ્રમાણે+ ઇજિપ્તથી નીકળ્યા ત્યારે,+ તેઓએ મુસાફરીમાં અલગ અલગ જગ્યાઓએ છાવણી નાખી હતી. ૨  યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસા નોંધતો ગયો કે તેઓએ મુસાફરીમાં કઈ કઈ જગ્યાઓએ છાવણી નાખી હતી.+ એ જગ્યાઓ આ હતી: ૩  પહેલા મહિનાના ૧૫મા દિવસે+ ઇઝરાયેલીઓ રામસેસથી નીકળ્યા.+ પાસ્ખા ઊજવ્યું+ એ પછીના જ દિવસે તેઓ ઇજિપ્તવાસીઓના દેખતાં ડર્યા વગર ત્યાંથી નીકળ્યા. ૪  એ સમયે ઇજિપ્તવાસીઓ પોતાના એ પ્રથમ જન્મેલાઓને દફનાવતા હતા, જેઓને યહોવાએ મારી નાખ્યા હતા.+ યહોવાએ તેઓના દેવોને સજા ફટકારી હતી.+ ૫  ઇઝરાયેલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી નાખી.+ ૬  સુક્કોથથી નીકળીને તેઓએ વેરાન પ્રદેશની સરહદે આવેલા એથામમાં છાવણી નાખી.+ ૭  તેઓ એથામથી નીકળ્યા અને પાછા ફરીને બઆલ-સફોનની સામે આવેલા પીહાહીરોથ ગયા+ અને મિગ્દોલમાં છાવણી નાખી.+ ૮  પીહાહીરોથથી નીકળ્યા પછી તેઓ સમુદ્રની વચ્ચેથી પસાર થઈને+ વેરાન પ્રદેશમાં+ ગયા. તેઓએ એથામના વેરાન પ્રદેશમાં+ ત્રણ દિવસની મુસાફરી કરી અને મારાહમાં છાવણી નાખી.+ ૯  મારાહથી નીકળીને તેઓ એલીમ પહોંચ્યા. એલીમમાં પાણીના ૧૨ ઝરા અને ખજૂરીનાં ૭૦ ઝાડ હતાં. તેથી તેઓએ ત્યાં છાવણી નાખી.+ ૧૦  એલીમથી નીકળીને તેઓએ લાલ સમુદ્ર પાસે છાવણી નાખી. ૧૧  લાલ સમુદ્રથી નીકળીને તેઓએ સીનના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+ ૧૨  સીનના વેરાન પ્રદેશથી નીકળીને તેઓએ દોફકાહમાં છાવણી નાખી. ૧૩  દોફકાહથી નીકળીને તેઓએ આલૂશમાં છાવણી નાખી. ૧૪  આલૂશથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી નાખી,+ જ્યાં લોકોને પીવા માટે ટીપુંય પાણી ન હતું. ૧૫  રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+ ૧૬  સિનાઈના વેરાન પ્રદેશથી નીકળીને તેઓએ કિબ્રોથ-હાત્તાવાહમાં છાવણી નાખી.+ ૧૭  કિબ્રોથ-હાત્તાવાહથી નીકળીને તેઓએ હસેરોથમાં છાવણી નાખી.+ ૧૮  હસેરોથથી નીકળીને તેઓએ રિથ્માહમાં છાવણી નાખી. ૧૯  રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી નાખી. ૨૦  રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી નાખી. ૨૧  લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી નાખી. ૨૨  રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી નાખી. ૨૩  કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી નાખી. ૨૪  શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી નાખી. ૨૫  હરાદાહથી નીકળીને તેઓએ માકહેલોથમાં છાવણી નાખી. ૨૬  માકહેલોથથી નીકળીને+ તેઓએ તાહાથમાં છાવણી નાખી. ૨૭  તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી નાખી. ૨૮  તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી નાખી. ૨૯  મિથ્કાહથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી નાખી. ૩૦  હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી નાખી. ૩૧  મોસેરોથથી નીકળીને તેઓએ બની-યાઅકાનમાં છાવણી નાખી.+ ૩૨  બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી નાખી. ૩૩  હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી નાખી.+ ૩૪  યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનાહમાં છાવણી નાખી. ૩૫  આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી નાખી.+ ૩૬  એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ ઝીનના વેરાન પ્રદેશમાં,+ એટલે કે કાદેશમાં છાવણી નાખી. ૩૭  કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી નાખી.+ ૩૮  યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ત્યાં તેનું મરણ થયું. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા એના ૪૦મા વર્ષે પાંચમા મહિનાને પહેલે દિવસે તે મરણ પામ્યો.+ ૩૯  હોર પર્વત ઉપર હારુન મરણ પામ્યો ત્યારે તે ૧૨૩ વર્ષનો હતો. ૪૦  હવે અરાદનો કનાની રાજા,+ જે કનાનના નેગેબમાં વસતો હતો, તેણે સાંભળ્યું કે ઇઝરાયેલીઓ આવી રહ્યા છે. ૪૧  હોર પર્વતથી નીકળીને+ ઇઝરાયેલીઓએ સાલ્મોનાહમાં છાવણી નાખી. ૪૨  સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી નાખી. ૪૩  પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી નાખી.+ ૪૪  ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદે આવેલા ઈયેઅબારીમમાં છાવણી નાખી.+ ૪૫  ઈયીમથી* નીકળીને તેઓએ દીબોન-ગાદમાં છાવણી નાખી.+ ૪૬  દીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન-દિબ્લાથાઈમમાં છાવણી નાખી. ૪૭  આલ્મોન-દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ નબો+ સામે અબારીમ પર્વતો+ આગળ છાવણી નાખી. ૪૮  આખરે, અબારીમ પર્વતોથી નીકળીને તેઓએ મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી, જે યર્દનની પાસે યરીખો સામે આવેલો છે.+ ૪૯  તેઓએ યર્દન પાસે બેથ-યશીમોથથી લઈને આબેલ-શિટ્ટીમ+ સુધી મોઆબના ઉજ્જડ પ્રદેશમાં છાવણી નાખી. ૫૦  ઇઝરાયેલીઓ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં હતા ત્યારે, યહોવાએ મૂસાને કહ્યું: ૫૧  “ઇઝરાયેલીઓને કહે, ‘હવે તમે યર્દન પાર કરીને કનાન દેશ જઈ રહ્યા છો.+ ૫૨  તમે એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો. તેઓની પથ્થરોની મૂર્તિઓના+ અને ધાતુઓની મૂર્તિઓના*+ ટુકડે-ટુકડા કરી નાખજો. જે ભક્તિ-સ્થળોને* તેઓ પવિત્ર ગણે છે એના પણ ચૂરેચૂરા કરી નાખજો.+ ૫૩  તમે એ દેશને કબજે કરશો અને એમાં વસશો, કેમ કે એ દેશ હું તમને વારસા તરીકે આપવાનો છું.+ ૫૪  તમે ચિઠ્ઠીઓ* નાખીને એ દેશ તમારાં કુટુંબો પ્રમાણે વહેંચી લેજો.+ જો કુળ મોટું હોય, તો એને વધારે વારસો આપજો અને નાનું હોય તો, એને ઓછો વારસો આપજો.+ જેની ચિઠ્ઠી જે જગ્યા માટે નીકળે, તેને ત્યાં વારસો મળશે. તમારા પિતાનાં કુળો પ્રમાણે તમને વારસો મળશે.+ ૫૫  “‘પણ જો તમે એ દેશમાં વસતી પ્રજાઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો,+ તો તમે જેઓને રહેવા દેશો તેઓ તમને આંખમાં કણાની જેમ અને શરીરમાં કાંટાની જેમ ખૂંચશે. જે દેશમાં તમે રહેશો, ત્યાં તેઓ તમને હેરાન-પરેશાન કરી મૂકશે+ ૫૬  અને હું તમને એ જ સજા કરીશ, જે સજા મેં તેઓને કરવાનું વિચાર્યું હતું.’”+

ફૂટનોટ

મૂળ, “સૈન્ય.”
દેખીતું છે, એ ઈયેઅબારીમનું ટૂંકું નામ છે.
અથવા, “ઢાળેલી મૂર્તિઓના.”
મૂળ, “ઉચ્ચ સ્થાનોને.” શબ્દસૂચિ જુઓ.