ગીતશાસ્ત્ર ૧:૧-૬
૧ ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,પાપીઓના માર્ગમાં પગ મૂકતો નથી+અને મશ્કરી કરનારાઓ સાથે બેસતો નથી.+
૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+
૩ એ માણસ ઝરણાં પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,જે ૠતુ પ્રમાણે ફળ આપે છે,જેનાં પાંદડાં કદી કરમાતાં નથી.
તે દરેક કામમાં સફળ થશે.+
૪ પણ દુષ્ટો એવા નથી,તેઓ તો પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
૫ ન્યાયના સમયે દુષ્ટો સજાથી છટકી નહિ શકે,+નેક લોકોમાં પાપીઓ નહિ જડે.+
૬ નેક લોકોનો માર્ગ યહોવા સ્વીકારે છે,+પણ દુષ્ટોના માર્ગનું નામનિશાન નહિ રહે.+