ગીતશાસ્ત્ર ૧૦૭:૧-૪૩

  • અજાયબ કામો માટે ઈશ્વરનો આભાર માનો

    • તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા ()

    • તેમણે તરસ્યાની તરસ છિપાવી, ભૂખ્યાની ભૂખ મિટાવી ()

    • તે તેઓને અંધકારમાંથી બહાર લાવ્યા (૧૪)

    • તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા (૨૦)

    • તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે (૪૧)

૧૦૭  યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+ તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,+  ૨  એવું યહોવાએ છોડાવેલા* લોકો,દુશ્મનોના હાથમાંથી* છોડાવેલા લોકો કહે.+  ૩  ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,પૂર્વથી અને પશ્ચિમથી,*ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.  ૪  તેઓ વેરાન પ્રદેશમાં, રણમાં આમતેમ ભટકતા હતા. તેઓને રહેવા માટે કોઈ શહેર મળ્યું નહિ.  ૫  તેઓ ભૂખ્યા ને તરસ્યા હતા. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા.  ૬  તેઓએ આફતમાં યહોવાને પોકાર કર્યો,+તેમણે તેઓને મુસીબતમાંથી છોડાવ્યા.+  ૭  તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા,+જેથી તેઓ વસી શકે એવા શહેરમાં આવી પહોંચે.+  ૮  યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+  ૯  તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+ ૧૦  અમુક તો અંધકારના ઊંડાણમાં હતા,વેદના અને બેડીઓમાં જકડાયેલા કેદીઓ હતા. ૧૧  તેઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને બંડ પોકાર્યું. તેઓએ સર્વોચ્ચ ઈશ્વરની સલાહનું અપમાન કર્યું.+ ૧૨  એટલે તેઓ પર તકલીફો આવવા દઈને ઈશ્વરે તેઓનાં દિલ નમ્ર કર્યાં.+ તેઓ લથડી પડ્યા અને તેઓને મદદ કરનાર કોઈ ન હતું. ૧૩  તેઓએ આફતમાં યહોવાને મદદનો પોકાર કર્યો. તેમણે તેઓને મુસીબતમાંથી બચાવી લીધા. ૧૪  તે તેઓને અંધકારના ઊંડાણમાંથી બહાર કાઢી લાવ્યાઅને તેમણે તેઓની બેડીઓ તોડી નાખી.+ ૧૫  યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને. ૧૬  તેમણે તાંબાના દરવાજાઓ તોડી પાડ્યાઅને લોઢાની ભૂંગળો કાપી નાખી.+ ૧૭  લોકોએ પોતાનાં ગુનાઓ અને પાપોને લીધે+દુઃખ સહેવું પડ્યું,+ તેઓ મૂર્ખ હતા. ૧૮  તેઓની ભૂખ મરી પરવારી હતી. તેઓ જાણે મોતના દ્વારે ઊભા હતા. ૧૯  તેઓ આફતમાં યહોવાને મદદ માટે પોકારતા. તે તેઓને મુસીબતમાંથી બચાવી લેતા. ૨૦  તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા,+તેઓ જે ખાડામાં પડ્યા હતા, એમાંથી બહાર કાઢી લાવતા. ૨૧  યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને. ૨૨  તેઓ આભાર-અર્પણો* ચઢાવે+અને આનંદના પોકાર સાથે તેમના ચમત્કારો વિશે જાહેર કરે. ૨૩  જેઓ વહાણોમાં મુસાફરી કરીને દરિયો ખેડે છે,જેઓ મહાસાગરમાં વેપાર-ધંધો કરે છે,+ ૨૪  તેઓએ યહોવાનાં કાર્યો જોયાં છે,તેઓએ ઊંડાણમાં તેમનાં નવાઈ ભરેલાં કામો જોયાં છે.+ ૨૫  તેમના હુકમથી તોફાન ચઢી આવે છે+અને દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે. ૨૬  દરિયાખેડુઓ પણ આકાશ સુધી ઊંચા ચઢે છેઅને પાછા ઊંડાણમાં પટકાય છે. માથે તોળાતા સંકટને લીધે તેઓની હિંમત ઓગળી જાય છે. ૨૭  દારૂડિયા માણસની જેમ તેઓ ડોલે છે અને લથડિયાં ખાય છે,તેઓની બધી જ આવડત પાણીમાં મળી જાય છે.+ ૨૮  એટલે તેઓ આફતમાં યહોવાને પોકારી ઊઠે છે.+ તે તેઓને મુસીબતમાંથી બચાવી લે છે. ૨૯  તે તોફાનને શાંત પાડે છેઅને દરિયાનાં મોજાં શમી જાય છે.+ ૩૦  એ શાંત પડી જાય ત્યારે તેઓ ખુશી મનાવે છે,તેઓના ધારેલા બંદરે તે દોરી જાય છે. ૩૧  યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+ ૩૨  તેઓ લોકોના ટોળામાં તેમનો જયજયકાર કરે,+વડીલોની સભામાં તેમની સ્તુતિ કરે. ૩૩  તે નદીઓને રણમાંઅને પાણીના ઝરાઓને સૂકી ભૂમિમાં ફેરવી નાખે છે,+ ૩૪  તે રસાળ ધરતીને ખારવાળી બનાવે છે,+કારણ કે ત્યાંના લોકોનાં કામ દુષ્ટ છે. ૩૫  તે રણને સરોવરમાં*અને સૂકી ભૂમિને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+ ૩૬  તે ભૂખ્યા લોકોને ત્યાં વસાવે છે,+જેથી તેઓ રહેવા માટે શહેર બાંધે.+ ૩૭  તેઓ ખેતરમાં વાવણી અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરે છે,+જે પુષ્કળ ઊપજ આપે છે.+ ૩૮  તે લોકોને આશીર્વાદ આપે છે અને તેઓ કૂદકે ને ભૂસકે વધે છે. તે તેઓનાં ઢોરઢાંક ઘટવાં દેતાં નથી.+ ૩૯  પણ જુલમ, આફત અને દુઃખોને લીધેલોકોની સંખ્યા ફરીથી ઘટી જાય છે,તેઓને નીચા પાડવામાં આવે છે. ૪૦  તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છેઅને તેઓને માર્ગ વગરના ઉજ્જડ વિસ્તારમાં રઝળાવે છે.+ ૪૧  પણ તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે*+અને તેઓનાં કુટુંબોને ઘેટાંના ટોળાની જેમ વધારે છે. ૪૨  નેક લોકો આ જોઈને રાજી થાય છે,+પણ દુષ્ટોનાં મોઢે તાળાં લાગી જાય છે.+ ૪૩  સમજદાર લોકો આ બધું ધ્યાનમાં લેશે,+યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર કરશે.+

ફૂટનોટ

અથવા, “પાછા ખરીદેલા.”
અથવા, “સત્તામાંથી.”
અથવા, “સૂર્યોદયની દિશાથી અને સૂર્યાસ્તની દિશાથી.”
મૂળ, “બરુવાળા સરોવરમાં.”
એટલે કે, જુલમથી દૂર રાખે છે.