ગીતશાસ્ત્ર ૧૦૮:૧-૧૩
દાઉદનું ગીત.
૧૦૮ હે ઈશ્વર, મારું મન મક્કમ છે.
હું પૂરા દિલથી ગીતો ગાઈશ અને સંગીત વગાડીશ.+
૨ હે તારવાળા વાજિંત્ર અને વીણા, જાગો.+
હું પ્રભાતને જગાડીશ.
૩ હે યહોવા, હું લોકોમાં તારો જયજયકાર કરીશ.
હું પ્રજાઓમાં તારી સ્તુતિ ગાઈશ.*
૪ તારો અતૂટ પ્રેમ મહાન છે, એ આસમાન જેટલો ઊંચો છે,+તારી વફાદારી ગગન ચૂમે છે.
૫ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+
૬ તારા વહાલા લોકોનો ઉદ્ધાર થાય એ માટેઅમને તારા જમણા હાથથી બચાવ અને અમને* જવાબ આપ.+
૭ પવિત્ર* ઈશ્વર બોલ્યો છે:
“હું ખુશીથી મારા લોકોને શખેમ+ વારસામાં આપીશ,સુક્કોથનો નીચાણ પ્રદેશ પણ આપીશ.+
૮ ગિલયાદ+ મારું છે અને મનાશ્શા પણ મારું છે,એફ્રાઈમ મારા માથાનો ટોપ* છે,+યહૂદા મારો રાજદંડ છે.+
૯ મોઆબ મારા હાથ-પગ ધોવાનું વાસણ છે.+
અદોમ પર હું મારું ચંપલ ફેંકીશ.+
પલિસ્તને જીતીને હું ખુશી મનાવીશ.”+
૧૦ કોટવાળા શહેર પાસે મને કોણ લઈ જશે?
અદોમ સુધી મને કોણ દોરી જશે?+
૧૧ હે ઈશ્વર, તું અમને જીત અપાવીશ,પણ હમણાં તો તેં અમને ત્યજી દીધા છે.
હે અમારા ઈશ્વર, તું અમારાં સૈન્યો સાથે પણ આવતો નથી.+
૧૨ અમને મુશ્કેલીઓમાં સહાય કર,+મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી છે.+
૧૩ ઈશ્વર અમને શક્તિ આપશે,+તે અમારા દુશ્મનોને કચડી નાખશે.+
ફૂટનોટ
^ અથવા, “સ્તુતિ ગાવા સંગીત વગાડીશ.”
^ મૂળ, “મને.”
^ અથવા કદાચ, “પવિત્ર જગ્યામાંથી.”
^ મૂળ, “મારો કિલ્લો.”