ગીતશાસ્ત્ર ૧૧૧:૧-૧૦

  • મહાન કામો માટે યહોવાનો જયજયકાર કરો

    • ઈશ્વરનું નામ પવિત્ર અને અજાયબ છે ()

    • યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત (૧૦)

૧૧૧  યાહનો જયજયકાર કરો!*+ א [આલેફ] નેક લોકોના ટોળામાં અને મંડળમાંב [બેથ] હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરીશ.+ ג [ગિમેલ]  ૨  યહોવાનાં કામો મહાન છે.+ ד [દાલેથ] જેઓને એ ગમે છે તેઓ બધા એનાં પર મનન કરે છે.+ ה [હે]  ૩  તેમનાં કામો ભવ્ય અને મહિમાવંત છે. ו [વાવ] તેમની સચ્ચાઈ કાયમ ટકી રહે છે.+ ז [ઝાયિન]  ૪  તેમનાં કામો એવાં શાનદાર છે કે લોકો ભૂલી ન શકે.+ ח [હેથ] યહોવા કરુણા* અને દયા બતાવે છે.+ ט [ટેથ]  ૫  તેમનો ડર રાખનારાઓને તે ભોજન આપે છે.+ י [યોદ] તે પોતાનો કરાર હંમેશાં યાદ રાખે છે.+ כ [કાફ]  ૬  તેમણે પોતાનો પરચો બતાવીનેל [લામેદ] બીજી પ્રજાઓનો વારસો પોતાના લોકોને આપ્યો છે.+ מ [મેમ]  ૭  તેમના હાથનાં કામો ખરાં અને ન્યાયી છે.+ נ [નૂન] તેમના બધા આદેશો ભરોસાપાત્ર છે.+ ס [સામેખ]  ૮  એ વિશ્વાસપાત્ર* હતા, આજે છે અને હંમેશાં રહેશે. ע [આયિન] એ સત્ય અને ન્યાયના પાયા પર બંધાયેલા છે.+ פ [પે]  ૯  તેમણે પોતાના લોકોને છોડાવ્યા છે.+ צ [સાદે] પોતાનો કરાર કાયમ ટકી રહે એવી આજ્ઞા તેમણે કરી છે. ק [કોફ] તેમનું નામ પવિત્ર અને અજાયબ* છે.+ ר [રેશ] ૧૦  યહોવાનો ડર રાખવો એ બુદ્ધિની શરૂઆત છે.+ ש [સીન] તેમના આદેશો પાળનારા બધા સમજદારી બતાવે છે.+ ת [તાવ] કાયમ માટે તેમની સ્તુતિ થાઓ!

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “કૃપા.”
અથવા, “સ્થિર.”
અથવા, “ભય અને માન જગાડનારું.”