ગીતશાસ્ત્ર ૧૧૬:૧-૧૯

  • કદર બતાવતું ગીત

    • “બદલામાં હું યહોવાને શું આપું?” (૧૨)

    • “હું ઉદ્ધારનો પ્યાલો પીશ” (૧૩)

    • ‘યહોવા આગળ લીધેલી માનતાઓ હું પૂરી કરીશ’ (૧૪, ૧૮)

    • વફાદાર ભક્તોનું મરણ મૂલ્યવાન છે (૧૫)

૧૧૬  હું યહોવાને ચાહું છું,કેમ કે તે મારો સાદ, મદદ માટેનો મારો પોકાર સાંભળે છે.*+  ૨  તે નીચા નમીને મને કાન ધરે છે.+ હું જિંદગીભર તેમને પ્રાર્થના કરીશ.  ૩  મોતનાં બંધનોએ મને ઘેરી લીધો. કબરની જંજીરોએ મને જકડી લીધો.+ મારા પર દુઃખ અને શોકનાં વાદળ છવાઈ ગયાં.+  ૪  પણ મેં યહોવાના નામનો પોકાર કર્યો:+ “હે યહોવા, મને બચાવો!”  ૫  યહોવા કરુણા* બતાવે છે, તે સાચા ઈશ્વર છે.+ આપણા ઈશ્વર દયાળુ છે.+  ૬  યહોવા ભોળા લોકોની રક્ષા કરે છે.+ મને લાચાર બનાવી દેવાયો હતો, પણ તેમણે મને બચાવી લીધો.  ૭  મને ફરીથી નિરાંત થશે,કેમ કે યહોવાનો હાથ મારા પર છે.  ૮  તમે મને મોતના મોંમાંથી બચાવ્યો,મારાં આંસુ લૂછ્યાં અને મારા પગને ઠોકર ખાતા બચાવી લીધા.+  ૯  હું જીવતો રહીશ અને યહોવા સાથે ચાલતો રહીશ. ૧૦  ભલે હું ઘણો દુઃખી થઈ ગયો હતો,પણ મને શ્રદ્ધા હોવાથી હું બોલી ઊઠ્યો.+ ૧૧  હું ગભરાઈ ગયો અને મેં કહ્યું: “દરેક માણસ જૂઠો છે.”+ ૧૨  મારા પર કરેલા ઉપકારના બદલામાંહું યહોવાને શું આપું? ૧૩  હું ઉદ્ધારનો પ્યાલો પીશઅને યહોવાના નામનો પોકાર કરીશ. ૧૪  યહોવા આગળ લીધેલી માનતાઓહું તેમના સર્વ લોકોની હાજરીમાં પૂરી કરીશ.+ ૧૫  યહોવાની નજરે તેમનાવફાદાર ભક્તોનું મરણ બહુ મૂલ્યવાન* છે.+ ૧૬  હે યહોવા, હું કાલાવાલા કરું છું,કારણ કે હું તમારો દાસ છું. હું તમારો દાસ, તમારી દાસીનો દીકરો છું. તમે મને મારાં બંધનોથી આઝાદ કર્યો છે.+ ૧૭  હું તમને આભાર-અર્પણ ચઢાવીશ,+હું યહોવાના નામનો પોકાર કરીશ. ૧૮  યહોવા આગળ લીધેલી માનતાઓ+હું તેમના સર્વ લોકોની હાજરીમાં પૂરી કરીશ.+ ૧૯  હે યરૂશાલેમ, તારી વચ્ચે,યહોવાના મંદિરના આંગણાંમાં એ પૂરી કરીશ.+ યાહનો જયજયકાર કરો!*+

ફૂટનોટ

અથવા કદાચ, “હું પ્રેમ કરું છું, કેમ કે યહોવા સાંભળે છે.”
અથવા, “કૃપા.”
અથવા, “કીમતી.”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.