ગીતશાસ્ત્ર ૧૨૫:૧-૫

  • યહોવા પોતાના લોકોની રક્ષા કરે છે

    • “જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે” ()

    • “ઇઝરાયેલ પર શાંતિ થાઓ” ()

ચઢવાનું ગીત. ૧૨૫  જેઓ યહોવા પર ભરોસો રાખે છે,+તેઓ સિયોન પર્વત જેવા છે, જે હલાવી શકાતો નથી,એ હંમેશાં ટકી રહે છે.+  ૨  જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે,+તેમ યહોવા પોતાના લોકોની આસપાસ રહે છે.+ તે આજથી લઈને યુગોના યુગો સુધી તેઓની રક્ષા કરે છે.  ૩  નેક જનોને મળેલા હિસ્સા પર દુષ્ટોનો રાજદંડ કાયમ રહેશે નહિ,+જેથી નેક જનો ખરાબ કામો તરફ ન વળે.+  ૪  હે યહોવા, જેઓ ભલા છે,+જેઓ નેક દિલના છે, તેઓનું ભલું કરો.+  ૫  યહોવા દુષ્ટોની સાથે એવા લોકોનો પણ નાશ કરશે,+જેઓ કપટી માર્ગો તરફ વળે છે. ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ફૂટનોટ