ગીતશાસ્ત્ર ૧૩૫:૧-૨૧

  • યાહ મહાન છે, તેમની સ્તુતિ કરો

    • ઇજિપ્ત વિરુદ્ધ નિશાની અને ચમત્કારો (૮, ૯)

    • “તમારું નામ કાયમ ટકી રહે છે” (૧૩)

    • નિર્જીવ મૂર્તિઓ (૧૫-૧૮)

૧૩૫  યાહનો જયજયકાર કરો!* યહોવાના નામની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો;+  ૨  યહોવાના મંદિરમાં, હા, આપણા ઈશ્વરના ઘરનાં આંગણાંમાંસેવા આપનારાઓ, તેમની સ્તુતિ કરો.+  ૩  યાહનો જયજયકાર કરો,* કેમ કે યહોવા ભલા છે.+ તેમના નામનો જયજયકાર કરો,* કેમ કે એ આનંદ આપનારું છે.  ૪  યાહે પોતાના માટે યાકૂબને પસંદ કર્યો છે,તેમણે ઇઝરાયેલને પોતાની ખાસ સંપત્તિ* તરીકે પસંદ કર્યો છે.+  ૫  હું સારી રીતે જાણું છું કે યહોવા મહાન છે. આપણા ઈશ્વર બીજા બધા દેવો કરતાં ઘણા મહાન છે.+  ૬  આકાશમાં અને પૃથ્વી પર, સાગરોમાં અને એના ઊંડાણોમાં,યહોવા જે ચાહે છે, એ બધું જ કરે છે.+  ૭  તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે. તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+  ૮  તેમણે ઇજિપ્તના પ્રથમ જન્મેલાઓને,હા, માણસો અને જાનવરોના પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા.+  ૯  તેમણે ઇજિપ્તમાં રાજા* અને તેના બધા સેવકો આગળ+ પરાક્રમો* અને ચમત્કારો કર્યા.+ ૧૦  તેમણે ઘણી પ્રજાઓનો નાશ કર્યો+અને શૂરવીર રાજાઓને મારી નાખ્યા.+ ૧૧  તેમણે અમોરીઓના રાજા સીહોનને+અને બાશાનના રાજા ઓગને મારી નાખ્યા,+કનાનનાં બધાં રાજ્યોનો વિનાશ કર્યો. ૧૨  તેમણે તેઓનો વિસ્તાર વારસા તરીકે આપ્યો,હા, પોતાના ઇઝરાયેલી લોકોને વારસા તરીકે આપ્યો.+ ૧૩  હે યહોવા, તમારું નામ કાયમ ટકી રહે છે. હે યહોવા, તમારી કીર્તિ* પેઢી દર પેઢી ટકી રહે છે.+ ૧૪  યહોવા પોતાના લોકોને બચાવશે,+તે પોતાના ભક્તોને કરુણા બતાવશે.+ ૧૫  બીજી પ્રજાઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,એ તો માણસના હાથની કરામત છે.+ ૧૬  તેઓને મોં છે, પણ બોલી શકતી નથી.+ આંખો છે, પણ જોઈ શકતી નથી. ૧૭  તેઓને કાન છે, પણ સાંભળી શકતી નથી. તેઓના મોંમાંથી શ્વાસ પણ નીકળતો નથી.+ ૧૮  મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+ એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+ ૧૯  હે ઇઝરાયેલના લોકો, યહોવાની સ્તુતિ કરો. હે હારુનનું કુટુંબ, યહોવાની સ્તુતિ કરો. ૨૦  હે લેવીનું કુટુંબ, યહોવાની સ્તુતિ કરો.+ યહોવાનો ડર રાખનારાઓ, યહોવાની સ્તુતિ કરો. ૨૧  યરૂશાલેમમાં વસનાર યહોવાની+સિયોનમાંથી સ્તુતિ થાઓ.+ યાહનો જયજયકાર કરો!*+

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”
અથવા, “ખાસ પ્રજા.”
અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”
અથવા, “વરાળને.”
અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
અથવા, “નિશાનીઓ બતાવી.”
અથવા, “તમારું નામ.” મૂળ, “યાદગીરી.”
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.