ગીતશાસ્ત્ર ૧૩૭:૧-૯

  • બાબેલોનની નદીઓને કાંઠે

    • સિયોનનું કોઈ ગીત ગાવામાં આવ્યું નહિ (૩, ૪)

    • બાબેલોનનો વિનાશ થશે ()

૧૩૭  અમે બાબેલોનની નદીઓને કાંઠે+ બેઠા. સિયોન યાદ આવ્યું ત્યારે, અમે ખૂબ રડ્યા.+  ૨  ત્યાં* આવેલાં વૃક્ષો* પરઅમે અમારી વીણાઓ લટકાવી દીધી.+  ૩  અમને પકડી જનારાઓએ ગીત ગાવા કહ્યું,+અમારી મશ્કરી કરનારાઓને ગમ્મત થાય, એ માટે તેઓએ કહ્યું: “અમારા માટે સિયોનનું કોઈ ગીત ગાઓ.”  ૪  પારકી ભૂમિ પરઅમે યહોવાનું ગીત કેવી રીતે ગાઈએ?  ૫  હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં,તો મારો જમણો હાથ નકામો થઈ જાઓ.*+  ૬  હે યરૂશાલેમ, જો હું તને યાદ ન કરુંઅને તારાથી જ મને સૌથી વધુ ખુશી મળે છે+એવું ન માનું,તો મારી જીભ તાળવે ચોંટી જાઓ.  ૭  હે યહોવા, યાદ કરો! યરૂશાલેમનું પતન થયું ત્યારે, અદોમીઓએ કહ્યું હતું: “એને પાડી નાખો! એના પાયા તોડીને એને જમીનદોસ્ત કરી નાખો!”+  ૮  હે બાબેલોનની દીકરી, તારો જલદી જ વિનાશ થશે!+ ધન્ય છે એ માણસને, જે તારા એવા જ હાલ કરશે,જેવા તેં અમારા કર્યા હતા.+  ૯  ધન્ય છે એ માણસને,જે તારાં બાળકોને પકડીને પથ્થરો પર પછાડશે.+

ફૂટનોટ

અહીં બાબેલોનની વાત થાય છે.
અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.
અથવા કદાચ, “સુકાઈ જાઓ.”