ગીતશાસ્ત્ર ૧૪૦:૧-૧૩

  • યહોવા શક્તિશાળી તારણહાર

    • દુષ્ટો સાપના જેવા છે ()

    • હિંસક માણસોનો વિનાશ (૧૧)

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. ૧૪૦  હે યહોવા, દુષ્ટોથી મને બચાવો. હિંસક માણસોથી મારું રક્ષણ કરો;+  ૨  તેઓ પોતાનાં મનમાં કાવતરાં ઘડે છે+અને આખો દિવસ ઝઘડા કરાવે છે.  ૩  તેઓ પોતાની જીભ સાપની જીભ જેવી તેજ બનાવે છે.+ તેઓનું બોલવું સાપના ઝેર જેવું ખતરનાક છે.+ (સેલાહ)  ૪  હે યહોવા, દુષ્ટોના હાથમાંથી મને બચાવો.+ મને ફસાવવા માટે કાવતરાં ઘડનારાહિંસક માણસોથી મારું રક્ષણ કરો.  ૫  ઘમંડી લોકો મારા માટે ફાંદો ગોઠવી રાખે છે. તેઓ રસ્તા પાસે દોરડાની જાળ ફેલાવે છે.+ તેઓ મને પકડવા છટકું ગોઠવે છે.+ (સેલાહ)  ૬  હું યહોવાને કહું છું: “તમે મારા ઈશ્વર છો. હે યહોવા, મદદ માટેનો મારો પોકાર સાંભળો!”+  ૭  હે વિશ્વના માલિક યહોવા, મારા શક્તિશાળી તારણહાર,લડાઈના દિવસે તમે મારું માથું સલામત રાખો છો.+  ૮  હે યહોવા, દુષ્ટોની ઇચ્છાઓ પૂરી થવા ન દેતા,તેઓની યોજનાઓ નિષ્ફળ કરો, જેથી તેઓ ફુલાઈ ન જાય. (સેલાહ)+  ૯  જેઓ મને ઘેરી વળે છે,તેઓના કાવાદાવા તેઓને જ માથે આવી પડે.+ ૧૦  તેઓ પર ધગધગતા અંગારા વરસી પડે.+ તેઓને આગમાં ધકેલી દેવામાં આવે,ઊંડા ખાડામાં+ નાખી દેવામાં આવે, જેથી પાછા ઊઠે જ નહિ. ૧૧  નિંદા કરનારાઓને પૃથ્વી પર* કોઈ જગ્યા ન મળે,+હિંસક માણસોનો બૂરાઈ પીછો કરે અને તેઓને મારી નાખે. ૧૨  હું જાણું છું કે યહોવા દીન-દુખિયાઓનો બચાવ કરશેઅને ગરીબોને ન્યાય અપાવશે.+ ૧૩  નેક જનો જરૂર તમારા નામની સ્તુતિ કરશે. સાચા દિલના લોકો તમારી નજર આગળ વસશે.+

ફૂટનોટ

અથવા, “દેશમાં.”