ગીતશાસ્ત્ર ૧૪૪:૧-૧૫

  • જીત માટેની પ્રાર્થના

    • “મનુષ્ય કોણ?” ()

    • “દુશ્મનોને વેરવિખેર કરી નાખો” ()

    • યહોવાના લોકોને ધન્ય છે (૧૫)

દાઉદનું ગીત. ૧૪૪  યહોવા મારો ખડક છે,+ તેમની સ્તુતિ થાઓ. તે મારા હાથોને યુદ્ધનીઅને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.+  ૨  તે મને અતૂટ પ્રેમ બતાવે છે; તે મારો કિલ્લો,મારો સલામત આશરો* અને મારો છોડાવનાર છે. તે મારી ઢાલ છે અને તેમનામાં હું શરણ લઉં છું.+ તે લોકોને મારે તાબે કરે છે.+  ૩  હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો? માણસ કોણ કે તમે તેના તરફ ધ્યાન આપો?+  ૪  માણસનું જીવન પળ બે પળનું છે.+ તેના દિવસો ગાયબ થતાં પડછાયા જેવા છે.+  ૫  હે યહોવા, આકાશો નમાવીને નીચે ઊતરી આવો,+પહાડોને અડકો કે એમાંથી ધુમાડો નીકળે.+  ૬  વીજળી ચમકાવીને દુશ્મનોને વેરવિખેર કરી નાખો,+તમારાં તીરો છોડીને તેઓને ગૂંચવી નાખો.+  ૭  ઉપરથી તમારો હાથ લંબાવો. પાણીનાં ઊછળતાં મોજાઓમાંથી મને બહાર કાઢો અને બચાવોઅને પરદેશીઓના હાથમાંથી છોડાવો.+  ૮  તેઓ જૂઠું બોલે છેઅને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે.  ૯  હે ઈશ્વર, હું તમારા માટે નવું ગીત ગાઈશ.+ દસ તારવાળા વાજિંત્રના સૂરે હું તમારી સ્તુતિ કરીશ,* ૧૦  કેમ કે તમે રાજાઓને જીત અપાવો છો,*+તમારા સેવક દાઉદને ખૂની તલવારથી બચાવો છો.+ ૧૧  પરદેશીઓના હાથમાંથી મને છોડાવો અને બચાવો. તેઓ જૂઠું બોલે છેઅને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે. ૧૨  પછી અમારા દીકરાઓ ઝડપથી વધતા કુમળા છોડ જેવા થશે. અમારી દીકરીઓ રાજમહેલના ખૂણાઓને શણગારતી થાંભલીઓ જેવી થશે. ૧૩  અમારી વખારો સર્વ પ્રકારના અનાજથી ભરપૂર થશે. મેદાનમાં અમારાં ઘેટાં-બકરાંઓ હજાર ગણાં, દસ હજાર ગણાં વધશે. ૧૪  ગાભણી ગાયોને કોઈ નુકસાન થશે નહિ, તેઓનો ગર્ભ પડી જશે નહિ. અમારા ચોકમાં દુઃખનો વિલાપ ઊઠશે નહિ. ૧૫  જેઓને આવું સુખ મળે છે, તેઓને ધન્ય છે! જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!+

ફૂટનોટ

અથવા, “ગઢ.”
અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”
અથવા, “રાજાઓનો ઉદ્ધાર કરો છો.”